સ્પેશિયલ ફિચર્સ

તમારા આધારકાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? આ રીતે તપાસો…

આધાર કાર્ડ એ ભારતીય નાગરિકો માટે એક ખૂબ જ જરૂરી દસ્તાવેજ બની ચૂક્યો છે અને આ આધારકાર્ડ 12 યુનિક ડિજિટ સાથે આવે છે જેને આપણે આધાર નંબર તરીકે ઓળખીએ છીએ. કોઈ જગ્યાએ પ્રવાસ પર જવું હોય કે એડમિશન લેવું હોય દરેક માટે આધાર કાર્ડ એકદમ જરૂરી દસ્તાવેજ છે. આજકાલ તો દરેક ઉંમરના લોકોનું આધાર કાર્ડ હોવું જરૂરી છે. બાળકો માટે બાલ આધાર કાર્ડ બનાવવામાં આવે છે જેને બ્લ્યુ આધાર કાર્ડના નામે પણ ઓળખવામાં આવે છે.

જોકે, તમને ખ્યાલ હશે તે આજકાલ ડિજિટલ ટાઈમમાં આધાર કાર્ડ તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારે એ વાતની ચોકસાઈ કરવી જોઈએ કે તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઈ રહ્યો ને? હવે તમને થશે કે આખરે આ કઈ રીતે જાણી શકાય તો ડોન્ટ વરી આજે અમે અહીં તમને આ વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ-
આધાર કાર્ડ એક્ટિવિટીની મદદથી તમે તમારું આધાર કાર્ડ ક્યાં ક્યાં ઉપયોગમાં લેવાયું છે એ જાણી શકશો. માય આધાર પોર્ટલ (My Aadhaar Portal)ની ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ફીચરની મદદથી તમે તમારી આધાર કાર્ડની એક્ટિવિટી જાણી શકશો. આવો જોઈએ કઈ રીતે-

આ પણ વાંચો : 10 રૂપિયાના સિક્કાનો આ ખાસ હિસ્સો શેનાથી બનેલો હોય છે? 99 ટકા લોકોને નથી જાણ…

આધાર હિસ્ટ્રી આ રીતે તપાસી શકશો –

  1. સૌથી પહેલાં તો My Aadhaar Portal પર જુઓ
  2. ત્યાર બાદ ઓફિશિયલ My Aadhaar વેબસાઈટ પર જશો
  3. હવે ઓટીપી સાથે લોગ ઈન કરો
  4. આધાર નંબર અને કેપ્ટા કોડ નાખીને સબ્મિટ કરો
  5. ત્યાર બાદ ઓથેન્ટિકેશન હિસ્ટ્રીને સિલેક્ટ કરીને એ સમય સિલેક્ટ કરો, જેને તમે ચેક કરવા માંગો છો
  6. જો કોઈ શંકાસ્પદ એક્ટિવિટી જોવા મળે તો તરત જ તેને રિપોર્ટ કરો
  7. તમે આ માટે યુઆઈડીએઆઈની ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1947પર કોલ કરો
  8. આ સિવાય તમે help@uidai.gov.in ઈમેલ એડ્રેસ પર તમારી ફરિયાદ પણ કરી શકો છો
    આધાર બાયોમેટ્રિક્સ કરો લોક

    યુઆઈડીએઆઈ યુઝર્સ આધારકાર્ડના દુરુપયોગને રોકવા માટે બાયોમેટ્રિક લોકનો ઉપયોગ કરી શકો છો. આ તમારા આધાર નંબરના ખોટા ઉપયોગને રોકી શકો છો અને કોઈ તમારી પરવાનગી વિના બાયોમેટ્રિક જાણકારી હાંસિલ નહીં કરી શકે.

    આ રીતે આધાર બાયોમેટ્રિક્સને લોક કરો
    ⦁ સૌથી પહેલાં યુઆઈડીએઆઈની વેબસાઈટ પર જાવ
    ⦁ પછી લોક કે અનલોક બાયોમેટ્રિક સેક્શનમાં જાવ
    ⦁ તમારી વર્ચ્યુઅલ આઈડી, નામ, પીન અને કેપ્ચા કોડ નાખો
    ⦁ હવે ઓટીપીથી વેરિફાઈ કરો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button