બેંકનું કામકાજ હોય તો અત્યારે જ પતાવી લો, એપ્રિલ મહિનાની રાહ જોશો તો…

માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને ગણતરીના સમયમાં જ એપ્રિલ મહિનો શરૂ થઈ રહ્યો છે. જો તમે પણ આવતા મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ પતાવવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારપે વાંચી લેવા પડશે. એપ્રિલ મહિનામાં એક-બે નહીં પૂરા 15 દિવસ સુધી બેંક બંધ રહેવાની છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દર મહિને બેંક હોલિડેની એક યાદી બહાર પાડવામાં આવે છે. એપ્રિલમાં કુલ 15 દિવસ બેંકોમાં રહેશે, જેમાં શનિ-રવિવારની રજાઓનો સમાવેશ પણ થાય છે. જોકે, દરેક રાજ્ય પ્રમાણે આ રજાઓ અલગ અલગ હોઈ શકે છે. ચાલો જોઈએ ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે તમારા રાજ્યમાં-
આપણ વાંચો: નાણામંત્રી Nirmala Sitaraman ની સ્પષ્ટતા, બેંકોમાંથી લોન લઇને ભાગેલા લોકોના બક્ષવામા નહિ આવે
પહેલી એપ્રિલ- યર્લી બેંક ક્લોઝિંગ
પાંચમી એપ્રિલ- બાબુજગજીવન રામ જન્મજયંતિ
છઠ્ઠી એપ્રિલ- રવિવાર
10મી એપ્રિલ- મહાવીર જયંતિ
12મી એપ્રિલ- બીજો શનિવાર
13મી એપ્રિલ- રવિવાર
14મી એપ્રિલ- આંબેડર જયંતિ અને બિશુ
15મી એપ્રિલ- બંગાળી નવું વર્ષ, ભોગ બિહુ
16મી એપ્રિલ- ભોગ બિહુ
18મી એપ્રિલ- ગુડ ફ્રાઈડે
20મી એપ્રિલ- રવિવાર
21મી એપ્રિલ- ગારિયા
26મી એપ્રિલ- ચોથો શનિવાર
27મી એપ્રિલ- રવિવાર
29મી એપ્રિલ- પરશુરામ જયંતિ
30મી એપ્રિલ- અક્ષય તૃતિયા
ઓનલાઈન કરી શકાશે કામ
એપ્રિલ મહિનામાં બેંકો 15 દિવસ બંધ રહેશે તો પણ ખાતાધારકોને કોઈ મુશ્કેલી નહીં પડે. રજાના દિવસે ખાતાધારકો પોતાના બેંકિંગ સંબંધિત કામકાજ ઓનલાઈન કરી શકશે. આજકાલ લોકો પોતાના કામકાજ ઓનલાઈન જ કરે છે. એપ્રિલ મહિનામાં તમે પણ બેંકોના કામકાજ નિપટાવવા માટે ઓનલાઈન બેંકિંગનો સહારો લઈ શકો છો.