હેં, એક સમયે તાજમહેલનો ઉપયોગ ઘોડાના તબેલાં તરીકે કરવામાં આવતો હતો?

તાજ મહેલની ગણતરી દુનિયાના સૌથી સુંદર અને જાણીતા સ્મારકોમાં કરવામાં આવે છે. આ પ્રેમની નિશાની સમાન આ ઐતિહાસિક ધરોહર પર કોઈની નજર ના લાગે એ માટે તેનો ખાસ ખ્યાલ રાખવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે એક સમય એવો પણ હતો કે જ્યારે તાજમહેલમાં ભૂંસુ અને ઘોડાઓ રાખવામાં આવતા હતા. ચોંકી ઉઠ્યા ને? પણ આ હકીકત છે અને આ કામ કર્યું હતું ભરતપુર ડીગના હિંદુ રાજા મહારાજા સૂરજમલે કર્યું હતું. ચાલો તમને આ પાછળની આખી સ્ટોરી જણાવીએ-
ભરતપુર ડીગના હિંદુ રાજા મહારાજા સુરજમલ (13મી ફેબ્રુઆરી, 1707થી 25મી ડિસેમ્બર, 1763)એ ચાર હજાર જાટ સૈનિકો અને એક મહિનાની ઘેરાબંદી બાદ 12મી જૂન, 1761ના આગ્રાના કિલ્લા પર કબજો કરી લીધો હતો. ત્યાર બાદ સૈનિકોએ તાજમહલ પર હુમલો કર્યો હતો અને મુખ્ય દ્વારા ઉખાડીને લઈ ગયા હતા. આ દરવાજો ચાંદીથી મઢેલો હતો અને મહારાજા સુરજમલે તેને પીગાળી દીધા હતા.
આ પણ વાંચો: તાજમહેલની ટિકિટો વેચાઈને એક વર્ષમાં કેટલી કમાણી થાય છે? આંકડો જાણશો તો ચોંકી ઉઠશો…
વિવિધ ઈતિહાસકારોના જણાવ્યા અનુસાર મહારાજા સુરજમલના સહયોગીએ તેમને તાજમહેલને તોડી પાડવાની સલાહ આપી હતી. જોકે, તેમણે એમની વાત નહીં માની. જો તેમણે એમની વાત માની લીધી હોત તો આજે આપણે માત્ર ઈતિહાસમાં જ તાજમહેલ વિશે જાણી શક્યા હોત. સુરજમલે તાજમહેલમાં ઘોડા બાંધવાનું અને તેમાં તેમના માટે ચારો રાખવાનું નક્કી કર્યું. આ ઢળી રહેલાં મોઘલ સામ્રાજ્યની પ્રતિષ્ઠા પર એક કરારો તમાચો હતો.
આ પણ વાંચો: … તો શું હવે સફેદ તાજમહેલ લીલા રંગનો થઈ જશે? શું છે આ દાવા પાછળની હકીકત?
મહારાજાએ 12મી જૂન, 1761માં આગ્રાના કિલ્લા પર કબજા કરવાના થોડાક મહિના પહેલાં જ 14મી જાન્યુઆરી, 1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધમાં ભાગ લીધો હતો. જેમાં સદાશિવરાવ ભાઉના નેતૃત્વવાળી મરાઠોની વિશાળ ફોજને અહેમદ શાહ અબ્દાલીને કરાર શિકસ્તનો સામનો કરવો પડ્યો હતો.
ચોંકી ગયા ને? તમને પણ આ ખ્યાલ હતી તાજમહેલની આ સ્ટોરી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરો. આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.