Rana Sanga Row : સપા સાંસદના નિવાસે કરણી સેનાનો હંગામો, અખિલેશ યાદવે કરી આ માગ…

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના આગ્રામા સપા સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગા પર કરેલા(Rana Sanga Row) વિવાદિત નિવેદનને પગલે વિવાદ વકર્યો છે. જેમાં તેમના નિવેદન બાદ કરણી સેનાએ રામજીલાલ સુમનના નિવાસે બપોરે હંગામો કર્યો હતો. જોકે, આ હંગામા બાદ અખિલેશ યાદવનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. તેમણે કહ્યું છે કે જ્યારે જિલ્લામાં મુખ્યમંત્રીની હાજરીમાં પણ કેટલાક લોકો દ્વારા પીડીએ સાંસદના ઘરે તોડફોડની હિંસક ઘટના રોકી શકાતી નથી. ત્યારે ઝીરો ટોલરન્સ તો ઝીરો થવાનો જ છે.
તાત્કાલિક પગલાં લેવા જોઈએ
અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર લખ્યું કે ” શું મુખ્યમંત્રીનું પ્રભાવ ક્ષેત્ર દિવસેને દિવસે ઘટતું જાય છે કે પછી ‘બહાર મુખ્યમંત્રી નું કોઈ સાંભળતું નથી. જો તેઓ હજુ પણ મુખ્યમંત્રી છે તો તેમણે તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને AI ની મદદથી ગુનેગારોને ઓળખવા જોઈએ અને તેમને સજા આપવી જોઈએ. નહીં તો એવું માનવામાં આવશે કે PDA સાંસદ સામે આ બધું તેમની પરવાનગીથી થયું છે.
સપા પ્રમુખે આરોપ લગાવ્યો કે રામજીલાલ સુમનના ઘર પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો કારણ કે તે દલિત છે. આ અગાઉ સીએમ યોગી આદિત્યનાથ દ્વારા એક ઇન્ટરવ્યુમાં આપેલા નિવેદન અંગે, અખિલેશે કહ્યું હતું કે મુખ્યમંત્રીએ ઉત્તર પ્રદેશમાં ભાજપના ધારાસભ્યોને સમાવવા માટે ધમકી મંત્રાલય પણ બનાવવું જોઈએ. આ મંત્રાલયમાં મંત્રી બનવા માટે તેમની પાર્ટીમાંથી પહેલાથી જ ઘણા લાયક ઉમેદવારો છે. જો તે ઈચ્છે તો તે આ મંત્રાલય પોતે જ રાખી શકે છે કારણ કે આ ચોક્કસ ક્ષેત્રમાં તેના કરતાં વધુ લાયકાત અને અનુભવ બીજા કોઈ પાસે નથી.
ભાજપે વળતો પ્રહાર કર્યો
અખિલેશ યાદવના નિવેદન બાદ યુપી ભાજપે ‘X’ પર લખ્યું કે સપા સાંસદ રામજી લાલ સુમને મહાન યોદ્ધા રાણા સાંગાને દેશદ્રોહી કહ્યા. તુષ્ટિકરણ માટેના તેમના વાંધાજનક નિવેદનને સમર્થન આપીને સપા વડાએ આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પરિણામે કરણી સેનાએ રામજીલાલના ઘર પર હુમલો કર્યો. અખિલેશ જાતિગત સંઘર્ષ ઇચ્છે છે અને આ હિંસા માટે જવાબદાર છે. સમાજવાદી પાર્ટી એક સમાજ વિરોધી અને હિન્દુ વિરોધી પાર્ટી છે.
ઔરંગઝેબની પ્રશંસા કરવી એ સપાની રાજનીતિ
બીજી તરફ, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે રાણા સાંગાનું અપમાન કરવું અને ઔરંગઝેબની પ્રશંસા કરવી એ સપાની રાજનીતિ અને તેના નેતા અખિલેશ યાદવની વાસ્તવિક ઓળખ છે. દેશના મહાપુરુષોનું વારંવાર અપમાન કરીને અને દેશના દુશ્મનોનું સન્માન કરીને, સમાજવાદી પાર્ટીએ પોતાના અંતનો માર્ગ પસંદ કર્યો છે. હવે જનતા એસપીને વ્યાજ સહિત તેના હિસાબ ચૂકવીને સજા કરશે અને તેને સમાપ્તવાદી પાર્ટી બનાવશે.
આ પણ વાંચો : રાણા સાંગા પર વિવાદિત નિવેદનઃ સપાના સાંસદના ઘરે કરણી સેનાના કાર્યકરોએ કરી તોડફોડ, પોલીસે કર્યો લાઠીચાર્જ
પોલીસ સાથે ઘર્ષણ પણ થયું
ઉલ્લેખનીય છે કે, રાણા સાંગા પરના વિવાદાસ્પદ નિવેદનને લઈને આજે બપોરે કરણી સેનાએ સપાના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમનના ઘરે હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું. આ હોબાળામાં ઇન્સ્પેક્ટર સહિત ઘણા પોલીસકર્મીઓ ઘાયલ થયા. હાલમાં પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. સાંસદના ઘરની બહાર પોલીસ બળ તૈનાત કરવામા આવ્યું છે.