નેશનલ

આગ્રાની ઓળખ છત્રપતિ શિવાજી મહારાજ સાથે, મુઘલો સાથે નહિ! યોગીએ શા માટે આમ કહ્યું?

આગ્રા: હાલ ઔરંગઝેબની કબરનાં મુદ્દાને લઈને ઉત્તર પ્રદેશ ચર્ચામાં છે ત્યારે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે રાજ્ય સરકારના 8 વર્ષ પૂર્ણ થવા પર આગ્રાના સરકારી ઇન્ટર કોલેજ ગ્રાઉન્ડમાં આયોજિત જાહેર સભાને સંબોધિત કરતી વખતે એક મોટી જાહેરાત કરી હતી.

મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું હતું કે આગ્રાની એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ છે, તેથી જ અમે કહ્યું હતું કે અહીંના સંગ્રહાલયનું નામ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર રાખવામાં આવશે, મુઘલ સંગ્રહાલયના નામ પર નહીં.

આપણ વાંચો: સંભલ મસ્જિદના વિવાદ મુદ્દે યોગી આદિત્યનાથે આપ્યું મોટું નિવેદન, એ અસ્વીકાર્ય…

આગ્રાનો સંબંધ મુઘલો સાથે નથી

પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના 8 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે, આગ્રામાં જિલ્લા વિકાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેમાં ભાગ લીધો હતો. જાહેર સભાને સંબોધતા મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે આગ્રાની એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખ છે.

આ કોઈ મુઘલો સાથે સંબંધિત નથી. તેમણે કહ્યું કે આગ્રા બ્રજભૂમિ સાથે સંબંધિત છે. આ બ્રજ ભૂમિ વૃંદાવન બિહારી લાલ અને રાધા રાણી સાથે ઓળખાય છે. મુખ્ય પ્રધાને કહ્યું કે જો આગ્રા કોઈની સાથે ઓળખાય છે, તો તે છત્રપતિ શિવાજી મહારાજ સાથે છે.

આપણ વાંચો: વિપક્ષ બાળકોને કઠ્ઠમુલ્લા અને મૌલવી બનાવવા ઈચ્છે છે’ યોગી આદિત્યનાથે વિધાનસભામાં આવું કેમ કહ્યું?

128 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન

આ પ્રસંગે, મુખ્ય પ્રધાન યોગીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. જન કલ્યાણકારી યોજનાઓ પર આધારિત પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું અને 635 કરોડ રૂપિયાના 128 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.

મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરનો વિવાદ

આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સરકારના 8 વર્ષની સિદ્ધિઓ દર્શાવતી ‘એક ઝલક’ રિપોર્ટ કાર્ડ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. કાર્યક્રમને સંબોધતા મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું કે આગ્રાની ઓળખ મુઘલો સાથે નહીં પરંતુ બ્રજભૂમિ સાથે થાય છે, વૃંદાવનની ઓળખ બિહારી લાલ અને રાધા રાણી સાથે થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબરનો વિવાદ ચાલી રહ્યો છે અને આ મામલે મુઘલ શાસકો ચર્ચાનું કેન્દ્ર બન્યા છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button