સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઉચ્ચ અદાલતો અને સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની નિયુક્તિ માટે કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલ નામોમાંથી કેન્દ્રની પસંદગીના વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ રીતે પસંદગી ન્યાયાધીશોની વરિષ્ઠતાને અસર કરે છે. કોર્ટે આ બાબતને ચિંતાજનક ગણાવી હતી.
જસ્ટિસ સંજય કિશન કૌલ, સુધાંશુ ધુલિયા અને મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું કે કોલેજિયમ દ્વારા જજોની વરિષ્ઠતાને ધ્યાનમાં રાખીને નામોની ભલામણ કરવામાં આવે છે માટે કેન્દ્ર સરકારે નામો અલગ ન તારવવા જોઈએ, આમ કરવાથી ન્યાયાધીશોની વરિષ્ઠતાને ખલેલ પહોંચાડે છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા નામોને ક્લીયર કરવામાં કેન્દ્રના વિલંબ અંગેની અરજી પર કોર્ટ સુનાવણી કરી રહી હતી.
સુનાવણીની દરમિયાન, કેન્દ્ર તરફથી હાજર રહેલા એડીશનલ સોલિસિટર જનરલ બલબીર સિંહે સરકારના વિચારણા હેઠળના તમામ બાકી નામો પર નિર્ણય કરવા માટે બે અઠવાડિયાનો સમય માંગ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, હાઈકોર્ટના જજોની નિમણૂક અને ટ્રાન્સફર માટે સરકારની વિચારણા હેઠળ 21 નામ છે. જેમાં હાઈકોર્ટ માટે નિમણૂક માટે દસ નામો છે – પાંચ નામો જે કોલેજિયમ દ્વારા પુનરાવર્તિત કરવામાં આવ્યા હતા અને પાંચ પ્રથમ વખત મોકલવામાં આવ્યા હતા, જ્યારે 11 જજોની બદલી થવાની છે.
અરજદાર તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ જણાવ્યું હતું કે સરકારના વકીલ કોર્ટને કહે છે કે, ટ્રાન્સફરમાં બિલકુલ દખલ ન કરો અને ટ્રાન્સફરમાં તેઓ પોતાની રીતે નામ પસંદ કરવા દો.
દુષ્યંત દવેએ મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે આર જ્હોન સત્યમની નિમણૂકનો મુદ્દો ઉઠાવ્યો હતો, જેને કેન્દ્ર દ્વારા અત્યાર સુધી મંજૂરી આપવામાં આવી નથી. આ વર્ષે જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટ કોલેજિયમે સત્યમને મદ્રાસ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા માટેની તેની ફેબ્રુઆરી 16, 2022ની ભલામણને પુનરાવર્તિત કરી હતી.
બેન્ચે કેન્દ્રના વકીલને પૂછ્યું, “તમે ચાર નામને સૂચિત કરો અને એકને બાજુ રાખો છો, તેનું શું? તમે તેના પર કશું જણાવ્યું નથી?’ બેન્ચે કહ્યું કે, તે ચિંતાજનક છે, નિમણૂક પ્રક્રિયામાં કેટલાકની નિમણૂક કરવામાં આવી છે અને કેટલાકની નહીં. બેન્ચે કેન્દ્રને નિર્ણયો લેવામાં તત્પર રહેવાની ચેતવણી આપ્યા