કેન્દ્રીય મંત્રી Nitin Gadkari એ કહ્યું, બે વર્ષમા ભારતનું રોડ નેટવર્ક અમેરિકાને ટક્કર આપશે

નવી દિલ્હી : કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ(Nitin Gadkari)દેશના રોડ નેટવર્કને વર્લ્ડ કલાસ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. તેમણે એક કાર્યક્રમને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે આગામી બે વર્ષમાં ભારતનું રોડ નેટવર્ક અમેરિકા કરતા પણ સારું હશે.તેમણે કહ્યું કે મને નથી લાગતું કે રોડ ક્ષેત્રમાં કોઇ સમસ્યા હોય. આ વર્ષે અને આગામી વર્ષે રોડ નેટવર્કમાં મહત્વપૂર્ણ બદલાવ થવાના છે. જેમા હું પહેલા કહેતો હતો કે અમારું હાઇવે નેટવર્ક અમેરિકા જેવુ થશે. પરંતુ હવે કહું છું કે આગામી બે વર્ષમાં આપણું હાઇવે નેટવર્ક અમેરિકા કરતા પણ સારું થશે.
આ પણ વાંચો: “મુસ્લિમમાંથી વધુ IPS-IAS આવશે તો વિકાસ….” નીતિન ગડકરીએ કેમ કરી આવી વાત?
ભારત એક મુક્ત બજાર
કેન્દ્રીય મંત્રીએ વધુમા જણાવ્યું કે ભારત આગામી પાંચ વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનોને વપરાશ અને નિર્માણમાં અમેરિકાને પાછળ મૂકી દેશે. તેમણે કહ્યું હાલમાં દિલ્હી, દેહરાદૂન, જયપુર અને બેંગલોર જેવા શહેરોની મુસાફરી સમયમા ઘટાડો નોંધાયો છે. જ્યારે તેમણે ટેસ્લાના ભારત પ્રવેશ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે આ એક મુક્ત બજાર છે. જે પણ સક્ષમ છે આવે અને ઉત્પાદન કરે કિંમતો સાથે પ્રતિસ્પર્ધા કરે. દેશના વાહન નિર્માતા ગુણવત્તાને મહત્વ આપે છે.
નીતિન ગડકરીએ જણાવ્યું કે ટે પરિવહન ખર્ચને ઘટાડવા માટે પ્રતિબદ્ધ છે. જેના લીધે ભારત આંતર રાષ્ટ્રીય સ્પર્ધામાં ટકી શકે. હાલમાં દેશની પરિવહન કોસ્ટ 14-16 ટકા છે. તેમજ દરરોજ 60 કિલોમીટર રોડ નિર્માણનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધશે
નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે વાહન સ્ક્રેપિંગ નીતિના અમલીકરણથી ઓટો પાર્ટસના ભાવમાં 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. જેનાથી વાહનોના ભાવ ઘટશે અને ગ્રાહકોને ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર શહેરો અને હાઇવેમાં ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે અનેક પગલાં લઈ રહી છે જેનાથી ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધશે.