નેશનલ

ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગીની કવાયત તેજ, મહિલાને અધ્યક્ષ બનાવવાની અટકળો…

નવી દિલ્હી : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ વર્ષ 2019માં પૂર્ણ થયો હતો. જોકે, વર્ષ 2024ની લોકસભા ચુંટણીના પગલે તેમનો કાર્યકાળ વધારવામાં આવ્યો હતો. જોકે, હાલમાં ત્રણ રાજ્યમાં ભાજપની જીત બાદ હવે પક્ષે નવા પ્રમુખની પસંદગીની કવાયત હાથ ધરી છે. આ ઉપરાંત પાર્ટી પ્રમુખ સાથે નડ્ડા ગત જૂનથી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન તરીકે બેવડી ભૂમિકા ભજવી રહ્યા છે. જે ભાજપના ‘એક વ્યક્તિ એક પદ’ નિયમનું ઉલ્લંઘન છે. ભાજપ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે કારણ કે પાર્ટી હાલમાં પેઢીગત પરિવર્તન તરફ જોઈ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજા કાર્યકાળમાં સત્તામાં છે. ભાજપ તેના સાથી પક્ષો સાથે 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સત્તામાં છે.

ભાજપ નેતૃત્વની સંઘ સાથે પણ ચર્ચાની અટકળો

ભાજપ નેતૃત્વ આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ટોચના નેતૃત્વ સાથે પરામર્શનો બીજો રાઉન્ડ શરૂ કરી શકે છે. આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે લોકસભા ચૂંટણીમાં હાર બાદ ચૂંટણી વ્યવસ્થાપનમાં સંઘના પ્રયાસો ભાજપ માટે શ્રેણીબદ્ધ જીત સુનિશ્ચિત કરી છે. આ કારણે જિલ્લા, વિભાગીય અને ઘણા કિસ્સાઓમાં રાજ્ય એકમના વડાની નિમણૂકો માટે તેમની ભલામણો પર સક્રિયપણે વિચારણા કરવામાં આવી છે. આરએસએસ એક વરિષ્ઠ પ્રચારકે મીડિયાને જણાવ્યું હતું કે તેઓ પક્ષના પ્રમુખ કોણ બને છે તેની ચિંતા કરતા નથી, તેમણે કહ્યું કે, કોઈ પણ હોય, અમારી પાસે તેમની સાથે કામ કરવાની કુશળતા જરૂરી છે.

ગુજરાતમાં પણ ભાજપ પ્રમુખ બદલવાની ક્વાયત

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બદલવાની કવાયત વચ્ચે અન્ય રાજયોમાં પણ પ્રમુખો બદલવામાં આવી રહ્યા છે. જેમા
27 ફેબ્રુઆરીએ બિહાર કેબિનેટમાં થયેલા ફેરબદલ દરમિયાન પાર્ટી અધ્યક્ષ દિલીપ જયસ્વાલે મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું. એક અઠવાડિયા પછી તેઓ ફરીથી ભાજપના રાજ્ય પ્રમુખ તરીકે ચૂંટાયા. માર્ચના મધ્યમાં ભાજપે હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી છે. જ્યારે ગુજરાતમા ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો કાર્યકાળ પણ પૂર્ણ થયો છે. તેમને પણ કેન્દ્રીય પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમની પાસે પણ બેવડી જવાબદારી છે. ત્યારે તેમના સ્થાને નવા પ્રમુખ પસંદગીની પણ પ્રક્રિયા ચાલી રહી છે.

ઓડિશા અને કર્ણાટકનો પ્રશ્ન પેચીદો

ભાજપે ગુજરાત, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ અને કેટલાક અન્ય રાજ્યોમાં જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે. પશ્ચિમ બંગાળ, પંજાબ, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર સહિત સાત રાજ્યોમાં, જ્યાં સભ્યપદ અભિયાનમાં વિલંબ થયો છે.કેન્દ્રીય નેતૃત્વ માટે ઓડિશા અને કર્ણાટકનો પ્રશ્ન પેચીદો બન્યો છે. ભાજપના મહાસચિવ તરુણ ચુઘ તાજેતરમાં ઓડિશાથી ખાલી હાથે પાછા ફર્યા કારણ કે આગામી રાજ્ય પ્રમુખ પર કોઈ સર્વસંમતિ થઈ શકી નથી. સૂત્રો કહે છે કે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન હવે તેમના ગૃહ રાજ્યની મુલાકાત લઇ કોકડું ઉકેલશે.

આ પણ વાંચો : વક્ફ સુધારા બિલ ટૂંક સમયમાં સંસદમાં રજુ થશે; આજે સાંસદોની બેઠક, AIMPLB નું વિરોધ પ્રદર્શન…

ભાજપના નવા પ્રમુખ તરીકે મહિલાની પસંદગીની ચર્ચા

આ ઉપરાંત રાજકીય વર્તુળમા ચર્ચા મુજબ દાવેદારોની યાદી નાની થઇ રહી છે. જેમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.તેમાં એક ચર્ચા ભાજપના નવા પ્રમુખ તરીકે મહિલાની પસંદગીની છે. તેમા પણ લોકસભા બેઠકોના સીમાંકન મુદ્દે દક્ષિણના રાજ્યોમાં ઉભા થયેલા વિરોધ પણ ધ્યાનના રાખવામાં આવશે. જેના પગલે દક્ષિણમાંથી કોઇ મહિલાને પ્રમુખ બનાવવામાં આવે તેવી શક્યતા છે. જેના લીધે મોદી 3.0 માં મહિલા અનામતનો મુદ્દાને પણ વેગ મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button