લિયોનેલ મેસી વર્લ્ડ ચૅમ્પિયન આર્જેન્ટિનાની ટીમ સાથે ભારત આવશે, જાણો ક્યારે…

નવી દિલ્હીઃ વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિનાનો કૅપ્ટન લિયોનેલ મેસી (Lionel Messi) બીજી વાર ભારત આવવાનો છે. મેસી 14 વર્ષ પહેલાં ભારત (India)ના પ્રવાસે આવ્યો હતો અને હવે આ વખતે ઑક્ટોબર (October)માં ફરી આવશે.
મેસી અને આર્જેન્ટિનાની ટીમ આગામી ઑક્ટોબરમાં કેરળ (Kerala) આવશે જ્યાં તેઓ પ્રદર્શનીય મૅચ રમશે. કેરળના ખેલકૂદ પ્રધાન વી. અબ્દુરહીમને આ જાહેરાત કરી હતી.
મેસી અને તેના આર્જેન્ટિના (Argentina)ના સાથી ખેલાડીઓ કોચીમાં બે એક્ઝિબિશન મૅચ રમશે.
બુધવારે એચએસબીસી (HSBC)એ આર્જેન્ટિનાની ટીમના સત્તાવાર પાર્ટનર બન્યા હોવાની જાહેરાત કરી હતી જે હેઠળ દક્ષિણ અમેરિકાની આ ટીમ સહિતના બન્ને પાર્ટનર ભારતમાં ફૂટબૉલને પ્રમોટ કરવા માટે કામ કરશે.
આ પણ વાંચો: મેસીના દીકરાએ શું એક જ મૅચમાં 11 ગોલ કર્યા?
બન્ને પાર્ટનર વચ્ચેનો કરાર એક વર્ષનો છે જેમાં ભારત તથા સિંગાપોરમાં 2026ના ફિફા વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગ મૅચો અગાઉની 2025ની સીઝનની મૅચોનો સમાવેશ રહેશે.
મેસી આ પહેલાં સપ્ટેમ્બર, 2011માં ભારત આવ્યો હતો. ત્યારે તે આર્જેન્ટિનાની ટીમ સાથે આવ્યો હતો અને એ ટીમ કોલકાતામાં વેનેઝુએલા સામે વર્લ્ડ કપની ક્વૉલિફાઇંગ મૅચ રમી હતી.