IPL 2025

IPL 2025: તમામ ટીમોની એક-એક મેચ બાદ કોના માથે છે ઓરેન્જ અને પર્પલ કેપ?

મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2025 ની શરૂઆત ધમાકેદાર રહી છે, આ સિઝનમાં 5 મેચ રમાઈ ચુકી છે. તમામ 10 ટીમો એક-એક મેચ રમી ચુકી છે. અત્યારે ઓરેન્જ અને પર્પલ કેપ માટે રસપ્રદ મુકાબલો જોવા મળી રહ્યો છે. ઓરેન્જ કેપ રેસમાં ટોચના 5 ખેલાડીઓમાં ત્રણ ભારતીય છે. પર્પલ કેપ રેસમાં ટોચના 5 ખેલાડીના ચાર ભારતીય ખેલાડી છે.

ઇશાન કિશનના માથે ઓરેન્જ કેપ:

IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીને ઓરેન્જ કેપ આપવામાં આવે છે. IPL 2025માં રમાયેલી પાંચ મેચ બાદ સૌથી વધુ રન બનાવવાની બાબતમાં ઇશાન કિશન ટોચ પર છે, તેણે રાજસ્થાન રોયલ્સ સામે 106 રનની ઇનિંગ રમી હતી.

શ્રેયસ ઐયર બીજા નંબરે છે, શ્રેયસે ગુજરાત સામે 97 રન બનાવ્યા હતા. આ યાદીમાં ત્રીજું નામ નિકોલસ પૂરનનું છે, તેણે દિલ્હી સામે 75 રનની ઇનિંગ રમી હતી. આ યાદીમાં સાઈ સુદર્શન ચોથા નંબરે છે, તેણે પંજાબ સામે 74 રન બનાવ્યા હતા. મિશેલ માર્શ પાંચમા સ્થાને છે, તેણે 72 રનની ઇનિંગ રમી.

આપણ વાંચો: ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં `માઝી મુંબઈ’ ચૅમ્પિયન

પર્પલ કેપની રેસ:

IPL સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનારા ખેલાડીને પર્પલ કેપ આપવામાં આવે છે. IPL 2025 ની પર્પલ કેપ માટેની રેસમાં ચેન્નઈ સુપર કિંગ્સનો નૂર અહેમદ તેમાં ટોચ પર છે, તેણે મુંબઈ ઈન્ડિયન્સ સામે 4 વિકેટ લીધી હતી. નૂર અહેમદ સિવાય, ટોચના 5 માં રહેલા અન્ય ચાર ખેલાડીઓએ 3-3 વિકેટો મેળવી છે. જેમાં ખલીલ અહેમદ, કૃણાલ પંડ્યા, આર સાઈ કિશોર અને વિગ્નેશ પુથુરના નામનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે તમામ ખેલાડીઓએ એક-એક મેચ જ રમી છે, હવે ટુર્નામેન્ટ જેમ આગળ વધશે તેમ આ રેસ વધુ રસપ્રદ બનશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button