હવે મુખ્ય પ્રધાનને ખબર પડી કે રસ્તા પર રખડતા ઢોર કેવી સમસ્યા ઊભી કરે

નવી દિલ્હીઃ દિલ્હીના નવાં મુખ્ય પ્રધાન રેખા ગુપ્તાનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો દિલ્હીના હૈદરપુર ફ્લાયઑવરનો છે. રેખા ગુપ્તા તેમનાં કારના કાફલા સાથે અહીંથી પસાર થતા હતા અને તેમણે રસ્તા પર રખડતા ત્રણ ચાર ઢોર જોયા. તેમણે પોતાનો કાફલો રોક્યો, તેઓ બહાર નીકળ્યા અને આ રીતે રખડતા ઢોરને સ્થાયી આશ્રય આપી શકાય તેવી વ્યસ્થા કરવા અધિકારીને જણાવ્યું હોવાનું જાણવા મળે છે.
રેખા ગુપ્તા મેટ્રો પિલર્સનું કામ જોવા માટે નીકળ્યાં હતાં તે સમયે તેમને આ રખડતા ઢોર નડ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લગભગ 15 મિનિટ સુધી ગુપ્તા અહીં રહ્યાં અને તેમણે અધિકારીઓ સાથે વાત કરી.
આપણ વાંચો: રેખા ગુપ્તાએ વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26 માટેનું બજેટ રજૂ કર્યું, કોના માટે કરી વિશેષ જાહેરાત?
માત્ર શહેરોમાં નહીં ગામડાઓમાં પણ રખડતા ઢોરની સમસ્યા છે. ખેડૂતો પણ આ પ્રકારે ઢોરથી પરેશાન થાય છે. તેમના ખેતરોમાં પણ ઢોર ચાલ્યા આવે છે ને નુકસાન કરે છે.
દરેક શહેરની જેમ દિલ્હી અને આસપાસના લોકોને પણ રખડતા ઢોરની સમસ્યા એટલી જ નડે છે. ગુજરાતમાં પણ આ સમસ્યા ખૂબ વકરી હતી અને કોર્ટે સંબંધિત એજન્સીઓને ઠપકાર્યા બાદ થોડી રાહત થઈ છે.