ઇન્ટરનેશનલ

ગાઝામાં લોકો હમાસથી કંટાળ્યા છે? હમાસ વિરોધી રેલીમાં હજારો લોકો જોડાયા, શાંતિ માટે અપીલ કરી…

ગાઝા: યુદ્ધ વિરામ કરારનું ઉલ્લંધન કરીને ઇઝરાયેલ આર્મીએ ફરી ગાઝા પર રોકેટ મારો શરુ (Israel resumed attack on Gaza) કર્યો છે, અહેવાલ મુજબ ઇઝરાયેલના હુમલા ફરી શરૂ થયા પછી લગભગ 700 પેલેસ્ટિનિય નાગરિકોના મોત થયા છે, જેમાં 400થી વધુ મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. 7 ઓક્ટોબર 2023 બાદ ગાઝામાં મૃત્યુઆંક 50,000ને પાર કરી ગયો છે. એવામાં ગાઝામાં રહેતા પેલેસ્ટિનિય નાગરિકોએ હમાસ સામે અવાજ (Anti Hamas Demostratin Gaza) ઉઠાવ્યો છે. ઉત્તરી ગાઝામાં હામાસ સામેની એક રેલીમાં સેંકડો લોકો જોડાયા હતાં અને સૂત્રોચ્ચાર કર્યા હતાં.

નોંધનીય છે કે 7 ઓક્ટોબર 2023 બાદ ઇઝાયેલના સતત હુમલાને કારણે ગાઝામાં ગંભીર માનવીય કટોકટી ઉભી થઇ છે. ઇઝાયેલના રોકેટમારાથી ગાઝાના 80 બાંધકામો નષ્ટ થઇ ગયા છે. ખોરાક અને પાણીની પણ ગંભીર કટોકટી ઉભી થઇ છે. હોસ્પિટલ્સ, સ્કૂલ્સ, યુનીવર્સીટી સંપૂર્ણપણે નષ્ટ થઇ ચુકી છે. ઈઝરાયેલી મેડીકલ સપ્લાય પણ બંધ કરી દીધી છે, લોકો ભુખમરી અને બીમારીને કારણે પણ મળી રહ્યા છે. એવામાં ગાઝામાં રહેતા લોકો ઈચ્છી રહ્યા છે કે આ યુદ્ધનો ઝડપથી અંત આવે.

હમાસ વિરોધી સૂત્રોચ્ચાર:
યુદ્ધ ખતમ કરવાનો માંગ સાથે ઉત્તરી ગાઝામાં એક રેલી કાઢવામાં આવી હતી. જેમાં સેંકડો પેલેસ્ટિનિયન નાગરીકો જોડાયા હતાં. આ રેલીમાં હમાસ વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો. લોકોએ ઇઝરાયલ સાથે યુદ્ધ સમાપ્ત કરવાની હાકલ કરી હતી. 7 ઓક્ટોબર 2023 બાદ ગાઝામાં હમાસ સામેની આ પહેલી મોટી જાહેર રેલી હતી.

મંગળવારે મોડી સાંજે સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો અને ફોટામાં શેર કરવામાં આવ્યા હતાં. બેટ લાહિયા વિસ્તારમાં હજારો લોકો “હમાસ આઉટ”ના નારા લગાવ્યા હતાં. અહેવાલ મુજબ ઇન્ડોનેશિયન હોસ્પિટલની સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : દક્ષિણ ગાઝાની હોસ્પિટલ પર ઇઝરાયલનો હુમલો, યુદ્ધવિરામને લઇને ઇજિપ્તે રજૂ કર્યો નવો પ્રસ્તાવ

કેટલાક પ્રદર્શનકારીઓ “યુદ્ધ બંધ કરો” અને “અમે શાંતિથી જીવવા માંગીએ છીએ” જેવા નારા લખેલા બેનરો લઈને ઉભેલા જોવા મળ્યા હતાં. સફેદ ઝંડા લહેરાવીને, લોકોએ શાંતિની માંગ કરી હતી.

નોંધનીય છે કે 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસના લડવૈયાઓએ ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો, જેમાં 1200 જેટલા ઇઝરાયલી નાગરિકો માર્યા ગયા હતા અને ઘણા લોકોનું અપહરણ કરી ગાઝામાં બંધક બનાવવામાં આવ્યા હતાં. આ પછી શરૂ ઇઝરાએ ગાઝા પર હુમલો શરુ કર્યો હતો, જેમાં 50 હજારથી વધુ પેલેસ્ટિનિય નાગરિકો માર્યા ગયા છે. ગાઝા લગભગ સંપૂર્ણપણે બરબાદ થઈ ગયું છે. લોકો યુદ્ધથી કંટાળી ગયા છે અને શાંતિથી પોતાનું જીવન જીવવા ઈચ્છે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button