આમચી મુંબઈ

અમે મજા લઈ રહ્યા છીએઃ દિશા સાલિયન કેસમાં આરોપો સામે સંજય રાઉતે આમ કેમ કહ્યું

મુંબઈઃ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની મેનેરજ રહી ચૂકેલી દિશા સાલિયનના રહસ્યમય મૃત્યુકેસમાં ઠાકરે પરિવારના પુત્ર આદિત્ય ઠાકરે સહિત અન્ય આઠ જણ સામે ફ્રેશ એફઆઈઆર થયાના સમાચારે ખળભળાટ મચાવ્યો છે ત્યારે શિવસેના (યુબીટી) ના પ્રવક્તા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતના નિવેદને વધારે કુતુહલ જગાવ્યું છે.

રાઉતે નિવેદનમાં એમ કહ્યું છે કે બધાને જે કંઈ બોલવું હોય કહેવું હોય તે કહેવા દો, અમે હાલમાં તો મજા લઈ રહ્યા છીએ. સમય આવ્યો આ કેસમાં અમે એવો ખુલાસો કરશું કે બાજી પલટી જશે. તેમણે એમ પણ કહ્યું કે અમને ખબર છે કોણ કોને મળે છે, કોણ કોની સાથે ફોન પણ વાતો કરે છે. સરકારની જેમ અમારી પાસે પણ માહિતી મેળવવાની વ્યવસ્થા હોય છે. આથી અમે પણ દરેક વાત પર ધ્યાન રાખી રહ્યા છીએ. અગાઉ તેમણે કહ્યું હતું કે વારંવાર ઠાકરે પરિવારને બદનામ કરવા સરકાર મહાયુતી આવા આક્ષેપો કરે છે. ઔરંગઝેબની કબર મામલે નાગપુરમાં હિંસા થવાથી મહાયુતીની ટીકા થઈ રહી હતી આથી વિધાનમંડળનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે જ આવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, તેમ તેમણે અગાઉ જણાવ્યું હતું.

આ પણ વાંચો: આખરે આદિત્ય ઠાકરે સામે દિશા સાલિયન મૃત્યુ કેસમાં એફઆઈઆરઃ ગંભીર આરોપો

એકનાથ શિંદેને આપી સલાહ

એકનાથ શિંદેએ કુનાલ કમરાના વાયરલ વીડિયોને તેમના બદલ દુષ્પ્રચાર કરવાની સોપારી કહી છે ત્યારે રાઉતે તેમની પણ ટીકા કરી છે. રાઉતે કહ્યું કે તમે જ્યારે રાજકારણમાં હો ત્યારે આવી ટીકા કે વ્યંગ સહન કરવા પડે છે તેને જતું કરવું પડે છે. અમારા પર પણ આવી કવિતાઓ અને વ્યંગો થયા છે, પણ આ પકડીને રાખવાનું હોતું નથી આગળ ચાલવાનું હોય છે. જ્યારે રાહુલ ગાંધી કે અન્યો પર આ રીતે ટીકા ટીપ્પણી થઈ છે ત્યારે તમે સોપારી આપી હતી કે શું તેવો આરોપ પણ તેમણે કર્યો છે.
આ રીતે કલાકારો-લેખકોને જેલમાં મોકલવાની પરંપરા મહારાષ્ટ્રની નથી તેમ તેમણે જણાવ્યું હતું. જોકે ગઈકાલે વિધાનસભામાં દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેની સરકાર સમયે પણ આ રીતે પત્રકારો અને લેખકો કે સ્પષ્ટ બોલનારાઓ સામે આ રીતે જ પગલાં લેવામાં આવ્યા હોવાનું કહી તત્કાલીન એમવીએ સરકારને ઝાટકી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button