આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘એરલાઇન્સને નવી મુંબઈ એરપોર્ટ પર શિફ્ટ થવા ફરજ ન પાડી શકાય’ IATAએ ચિતા વ્યક્ત

મુંબઈ: જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે એ નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ(NMI) આ વર્ષે જૂનમાં કાર્યરત થઇ જશે એવી અપેક્ષા છે. એ પહેલા કેટલીક ફ્લાઈટ્સને મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) થી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (NMI) પર શિફ્ટ કરવા અંગે વિવાદ ઉભો થયો છે. નોંધનીય છે કે બંને એરપોર્ટ અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (AAHL) હેઠળ છે.

અહેવાલ મુબ AAHLએ કેટલીક ફ્લાઈટ્સ CSMIA થી NMI ખસેડવાનો નિર્ણય લીધો હતો. એરલાઇન્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન (IATA) એ મુંબઈમાં “ટુ એરપોર્ટ સિસ્ટમ”ના ઓપરેટર AAHLના આ નિર્ણય સામે ચિંતા વ્યક્ત કરી છે.

CSMIAનું ટર્મિનલ 1 રીનોવેશન હેઠળ જશે:
AAHLએ જાહેરાત કરી હતી કે આ વર્ષે ઓક્ટોબરમાં CSMIA પરનું ટર્મિનલ 1 ઇનોવેશન માટે તોડી પાડવામાં આવશે. જેથી કેટલીક ફ્લાઈટ્સ CSMIA ટર્મિનલ 2 પર શિફ્ટ, જ્યારે કેટલીક ફ્લાઈટ્સ NMI પર શિફ્ટ થઇ જશે, જેની સામે કેટલીક એરલાઈન્સે વાંધો ઉઠાવ્યો હતો. IATA એ આ શિફ્ટીંગ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

CSMIA ટર્મિનલ 1 ની ક્ષમતા 15 મિલિયન પેસેન્જરસ પર એનમ(MPPA)ની છે, જે રીનોવેશન હેઠળ જવાથી, 10 MPPA ને NMI અને 5 MPPAને CSMIAના T2 પર ખસેડવામાં આવશે. T1 નું રીનોવેશન સપ્ટેમ્બર 2028 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે, અને ત્યારબાદ તેની ક્ષમતા 20 MPPA થઇ જશે.

ઓથોરિટીએ ચિંતા વ્યક્ત કરી:
એરપોર્ટ્સ ઇકોનોમિક રેગ્યુલેટરી ઓથોરિટી (AERA) એ મંગળવારે 31 માર્ચ 2029 સુધી મુંબઈ એરપોર્ટના મલ્ટી-યર ટેરિફ પ્રસ્તાવ પર હિતધારકો સાથે બેઠક કરી હતી. અહેવાલ મુજબ તમામ હિતધારકોને 9 એપ્રિલ સુધીમાં કમેન્ટ્સ અને 19 એપ્રિલ સુધીમાં કાઉન્ટર કમેન્ટ્સ સબમિટ કરવા કહેવામાં આવ્યું છે. તે પછી, એરા CSMIA ના પ્રસ્તાવ પર નિર્ણય લેવામાં આવશે.

IATA અધિકારીએ જણાવ્યું કે, “અમે અપેક્ષા રાખીએ છીએ કે CSMI પર કાર્યરત એરલાઇન્સ પર ઓછામાં ઓછી અસર પડશે. અમે ભલામણ કરીશું કે ‘મુંબઈમાં ટૂ એરપોર્ટ સિસ્ટમ’ ના ઓપરેટર તરીકે AAHLએ
NMI પર કામગીરી શરૂ કરવા માટે એર ટ્રાફિકને બળજબરીથી ખસેડવા માટે પોતાની સ્થિતિનો ઉપયોગ ન કરવો જોઈએ.”

એર ઇન્ડિયાના મુંબઈ એરપોર્ટ પાસેથી કામગીરીને T2 પર ખસેડવા અંગે સ્પષ્ટતા માંગી. એરલાઈનના અધિકારીએ “અમે જાણવા માંગીએ છીએ કે CSMIA ટર્મિનલ 1 બંધ કરવાની અસરને કેવી રીતે ઘટાડવાની યોજના ધરાવે છે.”

આ પણ વાંચો…Shushantsinh Rajput case, BJP< Shivsena, Udhav Thackerey

મુંબઈ પર પેસેન્જર્સને હવે અ ચાર્જ પણ ચૂકવવો પડશે!
મુંબઈ એરપોર્ટે નાણાકીય વર્ષ 2030 માં યુઝર ડેવલપમેન્ટ ફી (UDF) અને અન્ય એરોનોટિકલ ચાર્જમાં વધારો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. મુંબઈ એરપોર્ટ પર સ્થાનિક મુસાફરો પાસેથી UDF વસૂલવામાં આવતો નથી, પરંતુ હવે ઓપરેટરે ડોમેસ્ટિક પેસેન્જર પર ₹325 નો UDF લાદવાનો પ્રસ્તાવ મુક્યો છે. એરપોર્ટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ માટે UDF ₹187 થી વધારીને ₹650 કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો છે. એરલાઇન્સને રાહત આપવાના પ્રયાસમાં, એરપોર્ટે પાર્કિંગ અને લેન્ડિંગ ચાર્જ 35% ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button