
મુંબઈઃ ઈદ પર સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ સિકંદર રજૂ થશે. સલમાનના ચાહકો ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. એડવાન્સ બુકિંગના પ્રથમ દિવસે જ ફિલ્મે શાનદાર કલેકશન કર્યું હતું. એક રિપોર્ટ પ્રમાણે એડવાન્સ બુકિંગ શરૂ થયાના પ્રથમ દિવસે જે 1.27 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મના સમગ્ર ભારતમાં 8829 શોની મળીને 46815 ટિકિટ વેચઈ હતી. જ્યારે બ્લોક સીટમાં 5.34 કરોડની કમાણી થઈ હતી.
રશ્મિકા મંદાના અને સલમાન ખાન અભિનિત આ ફિલ્મ 30 માર્ચે રિલીઝ થશે. આ ફિલ્મ સલમાનના કરિયર માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું હતું. જે બાદ ચાહકો સલમાનની ફિલ્મ જોવા આતુર છે.
ઉલ્લેખનીય છે કે સિંકદરના મોટા ભાગના શો હાઉસફૂલ થઈ ગયા છે. આ સ્થિતિમાં સિકંદર બનીને સલમાન ફરી એક વખત છવાઈ જવા માંગે છે. આશરે દોઢ વર્ષ બાદ તે સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. અંતિમ વખત તે સ્પાઈ થ્રિલર ટાઈગર 3માં જોવા મળ્યો હતો. તેની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ રહી હતી.
હવે દર્શકો આ ફિલ્મ મોટા પડદા પર આવે તેની રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર પહેલા જ ફિલ્મના ગીતોએ ધૂમ મચાવી હતી. ફિલ્મનું સિકંદર નાચે ગીત પણ ચાહકોને ખૂબ ગમ્યું છે. સિકંદરમાં જાણીતા દિવંગત ગાયિકા લતા મંગેશકર દ્વારા ગવાયેલું સુપરહિટ ગીત લગ જા ગલે પણ ફરીથી બનાવવામાં આવ્યું છે. પરંતુ ખાસ વાત એ છે કે, આ ગીતને સલમાન ખાનની કથિત ગર્લફ્રેન્ડ યૂલિયા વંતુરે અવાજ આપ્યો છે. સિકંદર ફિલ્મનું ગીત લગ જા ગલે ટ્રેલરમાં રશ્મિકા ગાતી જોવા મળે છે. આ સમયે સલમાન અને રશ્મિકાનો રોમાંસ બતાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો…Rekha-Amitabh Bachchan ની લવસ્ટોરી પર આ વ્યક્તિએ મૂક્યું પૂર્ણવિરામ, કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…
આ ફિલ્મમાં સલમાન અને રશ્મિકા મંદાના ઉપરાંત શરમન જોશી, સત્યરાજ, પ્રતીક બબ્બર અને અંજિની ધવન પણ જોવા મળશે. ફિલ્મનું દિગ્દર્શક એઆર મુરુગાદોસે કર્યું છે, જ્યારે નિર્માતા સાજિદ નડિયાદવાલા છે.