ટ્રમ્પનો વધુ એક મોટો નિર્ણય, અમેરિકામાં મતદાન માટે ફરજિયાત કરવામાં આવી આ વસ્તુ…

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (us president donald trump) એક બાદ એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. તેમણે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં અમેરિકાની ચૂંટણી (us elections) પ્રક્રિયામાં મોટાપાયે ફેરફાર કવામાં આવ્યો છે. મતદારના રજિસ્ટ્રેશન માટે નાગરિકતાનું પ્રમાણપત્ર (us citizenship proof) ફરજિયાત કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ રાજ્યોએ ફેડરલ ભંડોળમાં કાપનો સામનો કરવો પડશે
આદેશમાં કહેવામાં આવ્યું છે કે, અમેરિકા માળખાગત અને જરૂરી ચૂંટણી સુરક્ષા લાગુ કરવામાં નિષ્ફળ રહ્યું છે. ટ્રમ્પે વિવિધ રાજ્યોને મતદાર યાદી શેર કરવા અને ચૂંટણી સંબંધિત ગુનાઓ સામે કાર્યવાહી કરવા માટે ફેડરલ એજન્સીઓને સહયોગ આપવા વિનંતી કરી હતી. જે રાજ્યોમાં ચૂંટણી અધિકારીઓ પાલન કરાવવામાં નિષ્ફળ જશે તેમને ફેડરલ ભંડોળમાં કાપનો સામનો કરવો પડી શકે છે.
આદેશ ફેડરેલ ચૂંટણીઓમાં મતદાન કરવા માટે પાસપોર્ટ જેવા નાગરિકતાના પુરાવાની આવશ્યકતા માટે ફેડરલ મતદાર નોંધણી ફોર્મમાં સુધારો કરે છે. આદેશ રાજ્યોને ચૂંટણીમાં મળેલા ઇમેલ ઇન બેલેટને પણ અટકાવશે. આ કાર્યવાહી ટ્રમ્પની ચૂંટણી અનિયમિતતા અને છેતરપિંડીના સતત દાવાથી સુસંગત છે.
આ પણ વાંચો : અમેરિકામાં અભ્યાસ કરવા જવું હવે વધારે અઘરું, ટ્રમ્પ સરકારે 41% F-1 વિઝા અરજીઓ નકારી…
અમેરિકાની ચૂંટણીમાં નાગરિકતાનો પુરાવો માંગવાની જરૂરિયાત રિપબ્લિકન સમર્થિક સેફગાર્ડ એમિરેકન વોટર એલિજિબિલિટી (સેવ) એક્ટના ઉદ્દેશને પ્રતિબંબિત કરે છે. આદેશ પર હસ્તાક્ષર કરતી વખતે ટ્રમ્પે કથિત ચૂંટણી છેતરપિંડીનો ઉલ્લેખ કર્યો અને કહ્યું આનો અંત આવશે તેવી આશા છે.