ટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં પણ મનરેગા કાંડ: એક લાખથી વધુ કેસ બહાર આવ્યા

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની પાર્શ્વભૂમી પર મહારાષ્ટ્રમાં પણ મનરેગા કાંડ બહાર આવ્યું છે. બનાવટી કાર્ડ દ્વારા પૈસા ભેગા કરનારાઓ પર હવે કડક કાર્યવાહી કરવામાં આવશે. પશ્ચિમ બંગાળની જેમ જ મહારાષ્ટ્રમાં પણ મનરેગાના નામ હેઠળ બનાવટી જોબકાર્ડ વાપરીને પૈસા પડાવનારા લોકો જલ્દી જ ફંસાશે. કેન્દ્રિય ગ્રામીણ વિકાસ પ્રધાન ગિરિરાજ સિંહે કહ્યું કે, જોબકાર્ડ આધાર રાથે લિંક કરવાનો બહુ મોટા કાંડ સામે આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં 25 લાખથી વધુ બનાવટી જોબકાર્ડના કિસ્સા સામે આવ્યા છે. જોકે હવે આ પ્રકાર મહારાષ્ટ્રમાં પણ બની રહ્યો હોવાની વિગતો જાણવા મળી છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી એક લાખ બનાવટી જોબકાર્ડ મળી આવ્યા છે. આ જોબકાર્ડને આધારે મનરેગાના રુપિયાની લૂંટ કરનારો કાંડ સામે આવ્યો છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
2019-20માં દરેક મજૂરને આખા દિવસના કામના પગાર રુપે 118 રુપિયા આપવામાં આવતાં હતાં. 2020-21માં આ તે વધારીને 224 કરવામાં આવ્યું. 2021-22માં આ વેતનમાં વધારો કરી 235 રુપિયા કરવામાં આવ્યું. 2022-23 અને 2023-24આ આર્થિક વર્ષમાં મનરેગાના મજૂરોને અનુક્રમે 242 અને 258 રુપિયા વેતન આપવામાં આવ્યું.

માત્ર બંગાળ જ નહીં પણ દેશના અનેક રાજ્યમાં મનરેગાને નામે ચાલી રહેલ લૂંટની તપાસ થઇ રહી છે. જોબકાર્ડ આધારકાર્ડ સાથે લિંક કરીને એક જ વ્યક્તીએ અનેક જોબકાર્ડ બનાવી લીધા હોવાની તથા અનેક જોબકાર્ડનો આધાર નંબર સાથે લિંક હોવાની વિગતો બેંક ખાતા પરથી જાણવા મળી છે. પશ્ચિમ બંગાળથી શરુ થયેલ મનરેગા કાંડની તપાસ જલ્દી જ દેશના અન્ય રાજ્ય સુધી પહોંચશે. એમ કેન્દ્રિય ગ્રામીણ વિકાસ પ્રધાન ગિરીરાજ સિંહે કહ્યું હતું.

મનરેગા કાંડને કારણે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં આપવામાં આવનાર મનરેગાની રકમ રોકી રાખી છે. આ મુદ્દે પશ્ચિમ બંગાળના તૃણમૂલ કોંગ્રેસના નેતાએ હાલમાં જ દિલ્હીના કૃષિભવનમાં રજૂઆત કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button