અમદાવાદ

સાણંદ ખાતે શહીદોના સ્વજનોની હાજરીમાં Viranjali 2.0 કાર્યક્રમ 50,000 લોકોએ માણ્યો

અમદાવાદ : ગુજરાતના સાણંદ ખાતે 23 માર્ચના રોજ શહીદોના સ્વજનોની હાજરીમાં અદ્દભૂત વીરાંજલિ 2.0(Viranjali)કાર્યક્રમ સંપન્ન થયો હતો. તેમા અંદાજે 50 હજાર લોકોએ આ કાર્યક્રમ માણ્યો હતો. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂના શહીદ દિન નિમિત્તે ક્રાંતિવીરોનો સર્વપ્રથમ મલ્ટીમીડિયા શો વિરાંજલી 2.0 યોજાયો હતો.

આ કાર્યક્રમને આશરે 50 હજાર લોકોએ માણ્યો

આ કાર્યક્રમમાં ભગતસિંહના નાનાભાઈ કુલરતાર સિંધના પુત્ર કિરણજીતસિંહ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ જોઈને તેમણે કહ્યું કે, “મેં ભારત દેશમાં આવો કાર્યક્રમ ક્યાંય જોયો નથી.’ સુખદેવજીના પરિવારમાંથી અનુજ થાપર, રાજ્યગુરુજી ના પરિવારમાંથી સત્યશીલ રાજ્યગુરુ તથા દુર્ગાભાભીના પરિવારમાંથી જગદીશ ભટ્ટે દીપ પ્રાગટ્ય કર્યું હતું.

આ શહીદોના સ્વજનો સર્વપ્રથમ વાર ગુજરાત આવ્યા હતા. વીરાંજલિ સમિતિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું,
પ્રદિપસિંહ વાઘેલાની પ્રેરણાથી છેલ્લા 18 વર્ષથી યોજાતા આ કાર્યક્રમને આશરે 50 હજાર લોકોએ ખૂબ માણ્યો હતો.

આપણ વાંચો: Gujarat માં 30 જાન્યુઆરી શહીદ દિને બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અપાશે

સાંઈરામ દવે લિખિત વિરાંજલીએ દર્શકોને જકડી રાખ્યા

આ કાર્યક્રમમાં આશરે 100થી વધુ કલાકારોના કાફલા સાથે સાંઈરામ દવે દ્વારા લિખિત અને અભિનીત આ વીરાંજલિએ દર્શકોને આશરે ત્રણ કલાક સુધી જકડી રાખ્યા હતા. આ કાર્યક્રમનું દિગ્દર્શન વિરલ રાચ્છે કર્યું હતું તથા પરિકલ્પના અમિત દવેએ કરી હતી.

વીર સાવરકરને મંચ પર સાંઈરામ દવેએ સજીવન કર્યા

વીર સાવરકરને મંચ પર સાંઈરામ દવેએ સજીવન કર્યા હોય એવું લાગ્યું. આઝાદ હિન્દ ફોજની સર્વ પ્રથમ મહિલા જાસુસ કેપ્ટન નિરા આર્યની યાતના ના દ્રશ્યોએ ઉપસ્થિત જનમેદનીની આંખો ભીંજાવી હતી.સાણંદ ખાતે બહોળી સંખ્યામાં સ્વયંભૂ એકઠી થયેલી જનમેદની જોઈ વીરાંજલિ સમિતિએ સૌનો આભાર માન્યો હતો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button