આમચી મુંબઈ

દિવાળી પહેલાં જ પશ્ર્ચિમ રેલવેમાં ૧૩ દિવસનો બ્લોક

મુંબઈ-ગુજરાતની ૨૩૦થી વધુ ટ્રેનસેવા પર થશે અસર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવ રેલવે સ્ટેશનની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે ૨૬મી ઓક્ટોબરથી સાતમી નવેમ્બર વચ્ચે બ્લોક નિર્ધારિત કર્યો હોવાથી મુંબઈ-ગુજરાત સહિત રાજસ્થાન, દિલ્હીની ટ્રેનસેવા પર અસર થશે. ઈન્ટરલોકિંગ કામગીરી માટે મહત્ત્વનો બ્લોક ૧૩ દિવસ માટે લેવામાં આવશે. ૨૬મી ઓક્ટોબરથી સાતમી નવેમ્બર દિવસ દરમિયાન નોન-ઈન્ટરલોકિંગ કામગીરી માટે પશ્ચિમ રેલવેની ૨૩૦ ટ્રેનસેવા પર અસર થશે, જેમાં અમુક મેલ-એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણ રદ કરવામાં આવી છે, જ્યારે અમુક ટ્રેનોને આંશિક રીતે રદ કરી છે. આ ઉપરાંત, મેલ-એક્સપ્રેસ ટ્રેન શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ અને રિશિડ્યુલ કરવામાં આવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…