અમદાવાદસુરત

ગુજરાતના આ શહેરો બાળકો-સગીરો માટે નથી સુરક્ષિત! સરકારી આંકડા જ હકીકત જણાવે છે

Ahmedabad News: ગુજરાતમાં બહેન-દીકરીઓ સલામત હોવાના ગાણા વચ્ચે એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. અમદાવાદમાં પોક્સો એક્ટ હેઠળ સૌથ વધુ કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં દુષ્કર્મના કેસનું પ્રમાણ વધ્યું છે. એક રિપોર્ટ પ્રમાણે, 1 માર્ચ, 2024થી 28 ફેબ્રુઆરી, 2025 સુધીમાં પોક્સો હેઠળ અમદાવાદમાં 180 કેસ નોંધાયા છે. જેમાંથી 164 કેસમાં યોગ્ય તપાસ, સમયસર રિપોર્ટિંગ અને પીડિતાને સહાય સેવાઓ આપવામાં આવી હતી.

રાજ્ય પોલીસ રિપોર્ટ મુજબ, પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં સુરત બીજા ક્રમે છે, અહીં 175 કેસ નોંધાયા હતા. રાજ્યમાં પોક્સો કેસ નોંધાયા તેવા શહેરમાં રાજકોટ ત્રીજા ક્રમે છે, રાજકોટમાં 48 કેસ નોંધાયા હતા.

ઉલ્લેખનીય છે કે 1 માર્ચ, 2024 થી 28 ફેબ્રુઆરી, 2025 સુધી રાજ્યભરમાં IPC કલમ 376 અને BNS, POCSO એક્ટ – પેટા-કલમ 4 અને 6 – ની અનુરૂપ કલમો હેઠળ કુલ 2756 કેસ નોંધાયા હતા. 88.10 % ના પાલન દર સાથેનો અંતિમ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જોકે, POCSO એક્ટ અને દુષ્કર્મની કલમો હેઠળની ઘટનાઓને ધ્યાનમાં લેવામાં આવે તો, વડોદરા સિવાય અન્ય ત્રણ શહેરોમાંથી કોઈ પણ રાજ્યના સરેરાશને પૂર્ણ કરી શક્યું નથી.

આ પણ વાંચો…વડોદરા અકસ્માતઃ રક્ષિત ચૌરસિયાને 11 દિવસ બાદ ફેસ સર્જરી માટે લાવવામાં આવ્યો હોસ્પિટલ…

દુષ્કર્મ કેસની FIRમાં સુરત મોખરે
રિપોર્ટ પ્રમાણે, 288 એફઆઈઆ સાથે દુષ્કર્મના કેસની નોંધણીમાં સુરત મોખરે છે. અમદાવાદમાં દુષ્કર્મની 270 એફઆઈઆર નોંધાઈ હતી. અધિકારીઓના કહેવા મુજબ, મહિલાઓ અને સગીરો સામેના ગુનાઓ સાથે સંકળાયેલા દરેક કેસની સંપૂર્ણ તપાસ થવી જોઈએ. તેનાથી પીડિતોને રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી બધી સેવાઓ મળે છે અને દોષિત ઠેરવવા માટે મજબૂત કેસ બનાવવામાં મદદ મળે છે. POCSO ની કલમો હેઠળની દરેક ફરિયાદનું 100% ના દરે પાલન કરવું મહત્તવપૂર્ણ છે. રાજ્યના મુખ્ય શહેરો – અમદાવાદ, સુરત અને રાજકોટ – રાજ્યના સરેરાશ 88.10% ના પાલન દરને પણ પૂર્ણ કરી શક્યા નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button