વિશેષઃ યાદ રાખો… શિષ્ટાચારથી આવે છે પર્સનાલિટીમાં નિખાર…

-મધુ સિંહ
મારી કઝીન સીમા છેલ્લા ચાર દિવસથી હૉસ્પિટલમાં દાખલ હતી. હું વારંવાર ફોન કરી રહી હતી, કોઈ તેનો ફોન રિસિવ કરી રહ્યું નહોતું. મારે તેના ખબરઅંતર પૂછવા હતા. પરેશાન થઈને મારે તેની તબિયત પૂછવા હૉસ્પિટલ જવું પડ્યું. ત્યાં જઈને જાણવા મળ્યું કે સીમાનો ફોન તેમની દીકરી પાસે હતો જે કોઈનો ફોન આવવા પર ફોન કટ કરી દેતી હતી અને પોતાની માતા સીમાને આ અંગે કોઈ જાણકારી પણ આપતી નહોતી. ફોન ન ઉપાડવાની વાત જ્યારે મેં સીમાને પૂછી તો સીમાએ કહ્યું કે તેમની દીકરી તેનો ફોન ઉપાડતી નથી. કોઈનો ફોન આવવા પર જાણકારી પણ આપતી નથી. હવે મારી પાસે સવાલ હતો કે હૉસ્પિટલમાં આ સમયે ફોન સીમાના હાથમાં હતો તો શું તે મિસ કોલ જોઈને મને કોલ કરી શકતી નથી?
આ એક સામાન્ય શિષ્ટાચાર છે જેને આપણે બહુ ગંભીરતાથી લેતા નથી. આપણા જીવન સાથે જોડાયેલા ડેઇલી રૂટીનમાં આવી અનેક વસ્તુ હોય છે જેને આપણે કરવાની હોતી નથી, પરંતુ તેમ છતાં આપણે કરીએ છીએ. આ મોટાથી લઈને સામાન્ય શિષ્ટાચાર હોય છે. ચાલો તેના વિશે જાણીએ.
આજની વ્યસ્ત જિંદગીમાં કોઈ પાસે કોઈને મળવાનો સમય નથી. એટલે સુધી કે જે મહિલાઓ આખો દિવસ ઘરની અંદર કામ કરે છે તે પણ પોતાનું ડેઇલી શિડ્યૂલ બનાવીને રાખે છે. એવામાં આપણે કોઈને મળવા માંગીએ તોપણ ફોન કર્યા વિના અથવા અગાઉથી જ જાણ કર્યા વિના તેમના દરવાજા પર અચાનક જવું જોઈએ નહીં. તેનાથી તેમને ખોટું લાગી શકે છે.
આ પણ વાંચો:તંદુરસ્તી-મનદુરસ્તી: સ્વાસ્થ્યની જાળવણી માટે યોગનો પણ વ્યાપક ઉપયોગ થાય છે
આ એક સામાન્ય શિષ્ટાચાર છે અને તેમની દિનચર્યામાં પણ અડચણ ઊભી થાય છે. બની શકે છે કે તેમને ક્યાંક બહાર જવાનું હોય અને સંકોચવશ તમને કાંઈ કહી શકે નહીં, પરંતુ આ પ્રકારના શિષ્ટાચારને આપણે ક્યારેય ભૂલવા જોઈએ
નહીં.
આજકાલ લગ્નનું આમંત્રણ ફોન પર આપવામાં આવે છે. વૉટ્સએપ મારફતે વર્ચ્યુઅલ કાર્ડ્સ, આમંત્રણ પત્રિકા મોકલવામાં આવે છે. આજની વ્યસ્ત દિનચર્યામાં તેનાથી લોકોને સરળતા રહે છે, પરંતુ અનેક લોકો વૉટ્સએપ પર કાર્ડ મોકલીને ખાનાં ભરી દે છે. જો તમે વૉટ્સએપ મારફતે કાર્ડ મોકલો છો તોપણ ફોન જરૂર કરો અને તેમના ખબરઅંતર પૂછીને તેમને આમંત્રણની વાત કરો. કારણ કે કેટલાક લોકો વૉટ્સએપ પર ખૂબ ઓછા એક્ટિવ રહે છે. બની શકે છે તે તમારું કાર્ડ જોવે પણ નહીં અને લગ્ન કે પાર્ટીમાં પહોંચે પણ નહીં.
ફોન ન ઉઠાવવાનાં હજારો બહાનાં હોઈ શકે છે. ફોને આપણને આજની તારીખમાં એ સુવિધા આપી દીધી છે કે જો તમારે કોઈ સાથે વાત નથી કરવી, તેની સાથે સંબંધ નથી રાખવો, તમારા સંબંધો આગળ વધારવા નથી તો તમે ફોન ઉઠાવતા નથી. આ બધું કરવાના બદલે તમે ફોન ઉપાડીને સીધું બોલી દો કે તમે તેમની સાથે સંપર્ક રાખવા માંગતા નથી તો એ વધુ યોગ્ય રહ્યું હોત. કોઈનો મિસ કોલ જોઈને ફરીથી ફોન ન કરવો, કોઈનો ફોન ન ઉપાડવો. મિસ કોલ જોઈને ફોન ન કરવાને પોતાની ભૂલ ના માનવી. આ નાના શિષ્ટાચાર છે જેને આપણે ગંભીરતાથી લેતા નથી. આ પ્રકારના એટીકેટ્સથી તમારું ખરાબ વર્તન બહાર આવે છે. જીવનમાં તમામ બાબતે નિખાલસતા ખૂબ જરૂરી છે.
જો તમે કોઈના ઘરે જઈ રહ્યા છો તો તેના ઘરની બહારથી બૂમો પાડીને તેને નીચે ના બોલાવો. તેના બદલે ધીમેથી તેના ઘરે થોડો સમય જઈને જે કામ કરવાનું છે તે કામ કરો કારણ કે અનેક લોકો વારંવાર બોલાવવા પર નીચે આવવાનું પસંદ કરતા નથી. આ પણ દૈનિક જીવન સાથે જોડાયેલ શિષ્ટાચાર છે જેને ધ્યાનમાં રાખવો જરૂરી છે.
તમારા ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય તો અને તમારે કોઇનાં લગ્ન કે પાર્ટીમાં જવાનું છે તો જો તમે મહેમાનને એકલા છોડવા માંગતા નથી અને તમે ઇચ્છો છો કે મહેમાન પણ તમારી સાથે ચાલે. એવામાં તમે જેના ફંક્શનમાં જઈ રહ્યા છો તેની પરમિશન લેવી જરૂરી છે. કારણ કે તેમને ખોટું ના લાગે.
સમયનું પાલન કરો. જીવનમાં તમામ સમયે સન્માન કરવાનું શીખો. કોઈનાં લગ્ન અને ફંક્શનમાં જવાનું હોય તો થોડા સમય અગાઉ પહોંચી જાવ, તેમની સાથે સમય પસાર કરો. કોઈ પણ સ્થળે મોડા પહોંચવાની એક એવી આદત છે જેનાથી તમને તો પરેશાની થશે, પણ બીજાને પણ મુશ્કેલીઓ થશે.
પીનારા લોકોને પીવાનું બહાનું જોઈએ. આ તમે સાંભળ્યું જ હશે. આવા લોકો પીવા માટે કોઈ ને કોઈ બહાનાં શોધી લે છે. આપણી આસપાસ અનેક એવા લોકો હોય છે જે વાત વાત પર બીજા પાસે ટ્રીટ માંગે છે.
આ પણ વાંચો:આરોગ્ય પ્લસ : જીવ-જંતુઓ તથા પ્રાણીઓના ડંખ વખતે પ્રાથમિક સારવાર
બર્થ-ડે હોય કે કોઈની પણ એનિવર્સરી, કોઈ ખુશીનો પ્રસંગ, તેઓને ફક્ત પોતાની ટ્રીટથી મતબલ હોય છે. વાસ્તવમાં કોઈ પાસે બળજબરીપૂર્વક ટ્રીટ લેવી, તેમને ખર્ચ કરાવવો યોગ્ય શિષ્ટાચાર નથી. ટ્રીટ માગવા પહેલાં એ ધ્યાનમાં રાખો કે તમારી પાસે પણ કોઈ ટ્રીટ માગી શકે છે. કોઈને ખર્ચ કરવાની ઇચ્છા ના હોય કારણ કે તેમની પાસે પૈસા ના પણ હોય. એટલા માટે ટ્રીટ માંગતા પહેલા અનેકવાર વિચારો.