વેપાર અને વાણિજ્ય

ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડતેલના ભાવમાં વધારો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ આગળ ધપી હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૧૨ના મથાળે બંધ રહ્યો હતો. વધુમાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હતો.

સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૧૩ના બંધ સામે નરમાઈના અન્ડરટોને ૮૩.૧૭ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૨૦ અને ઉપરમાં ૮૩.૦૩ સુધી મજબૂત થયા બાદ અંતે ગઈકાલના બંધ સામે સાધારણ એક પૈસાના સુધારા સાથે ૮૩.૧૨ની સપાટીએ બંધ રહ્યો હતો.

એકંદરે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૦૫ ટકા ઘટીને ૧૦૬.૨૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, પરંતુ બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૨૭ ટકા ઉછળીને ૯૩.૫૫ ડૉલર પ્રતિ બેરલ ક્વૉટ થઈ રહ્યા હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૩૧.૬૨ પૉઈન્ટનો અને ૮૨.૦૫ પૉઈન્ટનો ઘટાડો અને ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૦૯૩.૪૭ કરોડની ઈક્વિટીમાં ચોખ્ખી વેચવાલી રહેતાં રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા