મનોરંજન

બિચારી છોકરીને જેલમાં પૂરી દીધી અને… સોની રઝદાનની પોસ્ટ થઈ રહી છે વાઈરલ…

સેન્ટ્રલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (CBI) દ્વારા બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુના કેસમાં પોતાની ક્લોઝર રિપોર્ટ સોંપી દીધી છે અને ત્યારથી અનેક બોલીવૂડ હસ્તીઓ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ના સપોર્ટમાં આવી છે.

મીડિયાની જવાબદારી અને રિયા ચક્રવર્તી સાથે કરવામાં આવેલી વર્તણૂંકને લઈને બહેસ છેડાઈ ગઈ છે. હવે જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ સોની રઝદાન પણ એક્ટ્રેસના સપોર્ટમાં આવ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આવો જોઈએ શું કહ્યું છે સોની રઝદાને…

આપણ વાંચો: સુશાંત સિંહ મૃત્યુ કેસ: દિશા સાલિયાનના મોતનો કેસ ખૂલ્યો જ્યારે રિયા ચક્રવર્તીને મળી ક્લિન ચીટઃ જાણો વિગતવાર

2020માં રિયા ચક્રવર્તી અને તેના પરિવારને ખૂબ જ સહન કરવાનો વારો આવ્યો હતો. રિયા અને તેના ભાઈ શોવિક બંનેને નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ સુશાંતના મૃત્યુ સાથે સંકળાયેલા ડ્રગ સંબંધિત આરોપોમાં અરેસ્ટ કર્યા હતા અને બંનેએ જેલમાં રહેવાનો વારો આવ્યો હતો.

હવે આલિયા ભટ્ટની મમ્મી અને ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અદાકાર સોની રઝદાન રિયાના સપોર્ટમાં ઉતર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. તેમણે રિયા સાથે કરવામાં આવેલા વ્યવહારની કડક ટીકા કરી હતી.

સીબીઆઈની ક્લોઝર રિપોર્ટના જવાબમાં સોની રઝદાને નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે રિયાને જેલમાં મોકલતા પહેલાં, તેની રેપ્યુટેશન ખરાબ કરતાં પહેલાં મામલાની પૂરેપૂરી તપાસ કરવી જોઈતી હતી. સોની રઝદાને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતાં જણાવ્યું હતું કે બિચારી છોકરીને જેલમાં નાખવા અને રેપ્યુટેશન ખરાબ કરતાં પહેલાં તપાસ કરી લેવી જોઈતી હતી. આ કંઈ બીજું નહીં પણ મોર્ડન સમયનું જાદુ-ટોણા છે.

આપણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સંબંધી કેસમાં રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત

સવાલ એ છે કે આ માટે જવાબદાર કોણ છે, આની ભરપાઈ કોણ કરશે. સોનીએ પોતાની પોસ્ટમાં એક કમેન્ટ પણ શેર કરી છે જેમાં દેશે રિયા ચક્રવર્તીની લેખિતમાં માફી માંગવી જોઈએ એવી માગણી કરવામાં આવી છે.

સોની સિવાય બોલીવૂડના બીજા સેલેબ્સ પણ રિયાના સપોર્ટમાં આવ્યા છે. દિયા મિર્ઝાએ આ બાબતે મીડિયાની ભૂમિકા પર સવાલ ઉઠાવતા ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી.

પોતાની સ્ટોરીમાં દિયા મિર્ઝાએ લખ્યું હતું કે મીડિયામાંથી કોણ રિયા ચક્રવર્તી અને એના પરિવારની માફી માંગશે? મીડિયાની ટીકા કરતાં તેણે પોસ્ટમાં લખ્યું હતું કે તમે જાદુ-ટોણા કરવા નીકળ્યા હતા. માત્ર ટીઆરપી માટે તમે રિયા અને તેના પરિવારની સતામણી કરી. માફી માંગો. તમે આટલું તો કરી જ શકો છો.

એક્ટ્રેસ પૂજા ભટ્ટ અને ફાતિમા સના શેખે પણ રિયાને સમર્થન આપ્યું છે. તેણે આ મામલાને સંભાળવા અને ન્યાયની માગણી કરી છે. બોલીવૂડમાંથી અનેક લોકો રિયાના સમર્થનમાં આવી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button