સ્પોર્ટસ

મુંબઇ ઇન્ડિયન્સે લસિથ મલિંગાને બનાવ્યો બોલિંગ કોચ

બેટિંગ કોચ માટે પોલાર્ડની કરાઇ પસંદગી

મુંબઇ: શ્રીલંકાના પૂર્વ ઝડપી બોલર લસિથ મલિંગા ફરી એકવાર ઇન્ડિયન પ્રિમિયર ટીમ મુંબઈ ઇન્ડિયન્સમાં પરત ફર્યો છે. મુંબઇ ઇન્ડિયન્સે બોલિંગ કોચ તરીકે લસિથ મલિંગા અને બેટિંગ કોચ તરીકે કિરોન પોલાર્ડના નામની જાહેરાત કરી હતી. ટીમના મુખ્ય કોચ માર્ક બાઉચર રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલાં મલિંગા મુંબઈ ફ્રેન્ચાઇઝીની અન્ય ટીમો એમઆઇ ન્યૂયોર્ક અને સાઉથ આફ્રિકા ૨૦માં એમઆઇ કેપટાઉનના બોલિંગ કોચની જવાબદારી સંભાળી રહ્યો છે. નોંધનીય છે કે મલિંગા ૨૦૦૯થી ૨૦૧૯ સુધી આઇપીએલમાં મુંબઈ તરફથી રમ્યો છે. હાલમાં તે ૨૦૨૪ સિઝન માટે ફરીથી ટીમ સાથે જોડાશે.

લસિથ મલિંગા અગાઉ આઇપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે બોલિંગ કોચની ભૂમિકા ભજવી રહ્યો હતો. હવે મલિંગાએ પણ આ નવી જવાબદારી મળવા પર ખુશી વ્યક્ત કરી છે.મલિંગાએ વર્ષ ૨૦૦૯માં આઈપીએલમાં તેની પ્રથમ સિઝન રમી હતી, ત્યારબાદ તેણે છેલ્લી સિઝન વર્ષ ૨૦૧૯માં રમી હતી. દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સે ૪ આઈપીએલ ટાઈટલ અને બે વખત ચેમ્પિયન્સ લીગ ટી-૨૦ ટાઈટલ જીત્યા હતા. મલિંગા બોલિંગ કોચ તરીકે એક વખત એમએલસીમાં ટાઇટલ પણ જીતી ચૂક્યો છે. મલિંગાએ આઇપીએલમાં ૧૨૨ મેચમાં ૧૭૦ વિકેટ ઝડપી છે. મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ બનવા પર મલિંગાએ કહ્યું હતું કે મુંબઈ ઈન્ડિયન્સના બોલિંગ કોચ તરીકે પસંદગી થવી મારા માટે ખરેખર મોટી વાત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button