મનોરંજન

મલાઈકાના ટ્રાન્સપરન્ટ ડ્રેસે સોશિયલ મીડિયા પર આગ લગાવી

મુંબઈઃ ગ્લેમરસ ક્વિન મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ અને અંગત જીવનને લઈ હંમેશાં લાઈમલાઈટમાં રહે છે. મલાઈકા તેના બોલ્ડ લૂકને કારણે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહે છે, પરંતુ તાજેતરમાં મલાઈકાએ એવો વિચિત્ર આઉટફિટ પહેર્યો હતો તે ટ્રોલનો નિશાન બની ગઈ છે. ગઈકાલે સાંજે મલાઈકા અરોરા એક ઈવેન્ટનો ભાગ બની હતી, જ્યાં મલાઈકા ખૂબ જ બોલ્ડ આઉટફિટ પહેરેલી જોવા મળ્યો હતો. મલાઈકાને બોલ્ડ અવતારમાં જોઈને ટ્રોલર્સે વિવિધ રીતે કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે, કેટલાકે તો મલ્લાની તુલના ઉર્ફી જાવેદ સાથે કરવાનું પણ શરૂ કરી દીધું છે.

ગુરુવારે રાતે મલાઈકા અરોરા એક એવોર્ડ ફંક્શનમાં હાજરી આપી હતી, ત્યારે તેણે શાઈનિંગવાળો ડ્રેસ પહેર્યો હતો. મલાઈકાએ રાઉન્ડ ઈયરિંગ્સ અને હાઈ હિલ્સ સાથે પોતાનો લૂક કમ્પ્લીટ કર્યો હતો, પરંતુ કેટલાક લોકોને તેનો ડ્રેસ પારદર્શક લાગ્યો હતો, જેના કારણે મલાઈકાને ઘણા લોકોએ ટ્રોલ કરવામાં આવી હતી. ઉર્ફી જાવેદની સાથે સરખાવીને લોકોએ તેને ટ્રોલ કરી હતી.

મલાઈકા અરોરા માટે ટ્રોલ એ વિષય કંઈ જૂનો નથી, કારણ કે વર્ષોથી તેને લોકો ટ્રોલ કરે છે અને તેની ગ્લેમરસ સ્ટાઈલ માટે લાઈમલાઈટ મેળવે છે, પરંતુ તે ક્યારેય કોઈ ફિલ્મમાં અભિનય કરતી જોવા મળી નથી. મલાઈકા અરોરાએ ચોક્કસથી કેટલીક ફિલ્મોમાં પોતાનો ખાસ અભિનય આપ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મલાઈકા અરોરા છેલ્લે આયુષ્માન ખુરાનાની ફિલ્મ એન એક્શન હીરોમાં મોટા પડદા પર જોવા મળી હતી. મલાઈકાના અંગત જીવનની વાત કરીએ તો, ગ્લેમરસ દિવા અરબાઝ ખાનથી અલગ થયા બાદ થોડા સમયથી અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. મલાઈકા અને અર્જુન કપૂરના પ્રેમ સંબંધો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button