આપણું ગુજરાત

આભા કાર્ડ બનાવવાનો આરંભ ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટ સિવિલમાં

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભારત સરકારે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ -આભા તરીકે ડિજિટલ હેલ્થ રેકોર્ડ કાર્ડ લોન્ચ કર્યુ છે. આ કાર્ડથી દર્દી ભારતભરના સરકારી દવાખાનામાં તબીબી રેકોર્ડ આસાનીથી બતાવી શકશે. આ ઉપરાંત દર્દીઓને દવાખાનાની લાંબી લાઈનોમાં ઊભા રહેવાની હાડમારીમાંથી છૂટકારો મળશે. ગુજરાતમાં સૌ પ્રથમ રાજકોટની સિવિલ હૉસ્પિટલમાં આભા કાર્ડ બનાવવાનો આરંભ થઈ ગયો છે. આ અંગે વિગતો આપતા રાજકોટ સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદીએ જણાવ્યું હતુ કે ગુજરાતમાં સૌ પ્રથમ આ સુવિધાનો રાજકોટથી પ્રારંભ થઈ ગયો છે. દરરોજ ૧૦૦ થી ૧૫૦ જેટલા આભા કાર્ડ બની રહ્યાં છે. ખાસ કરીને જાગૃત દર્દીઓ આભા કાર્ડ મેળવવા લાગ્યા છે.

સરકારની આ સુવિધાને શહેરમાં કેવો પ્રતિસાદ સાંપડી રહ્યો છે તે જાણવા માટે ગાંધીનગર સ્થિત આરોગ્ય વિભાગમાંથી સંયુક્ત નિયામકની ટીમે સિવિલ હૉસ્પિટલની મુલાકાત લીધી હતી. જ્યાં સુપ્રિટેન્ડેન્ટ સહિત તબીબી સ્ટાફને વધુમાં વધુ લોકો આભા કાર્ડ મેળવતા થાય તેવી વ્યવસ્થા અને સેવા પૂરી પાડવાની સૂચના આપી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત