મહારાષ્ટ્ર

જો એનસીપી-સેના વચ્ચેનો વિવાદ ઉકેલાતો ન હોય, રાયગઢનું પાલક પ્રધાનપદ અમને આપો: આઠવલે

મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ શુક્રવારે કહ્યું હતું કે જો રાયગઢના પાલક પ્રધાનપદ અંગે શિવસેના અને એનસીપી વચ્ચેનો વિવાદ ઉકેલાતો ન હોય, તો તે પદ તેમની રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે)ને આપી દેવું જોઈએ.

પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે એનસીપીના સુનીલ તટકરે અને શિવસેનાના ભરત ગોગાવલે આગ્રહ રાખે છે કે આ પદ તેમના સંબંધિત પક્ષોને આપવામાં આવે.

આ વર્ષની શરૂઆતમાં સરકારે જાહેર કરેલી પાલક પ્રધાનોની નવી યાદીમાં તટકરેની પુત્રી અને રાજ્યના મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન અદિતિ તટકરેને રાયગઢના પાલક પ્રધાન બનાવવામાં આવ્યા હતા.

આપણ વાંચો: મહાકુંભમાં પવિત્ર સ્નાન નહીં કરનારા અંગે રામદાસ આઠવલેએ આપ્યું મોટું નિવેદન

જોકે, નાસિક અને રાયગઢ માટેના નિર્ણયને શિવસેનાના વિરોધ બાદ રોકી દેવામાં આવ્યો હતો કારણ કે એકનાથ શિંદેએ પણ આ બે જિલ્લાઓ પર દાવો માંડ્યો હતો.

‘મને આશા છે કે મુખ્ય પ્રધાન (દેવેન્દ્ર ફડણવીસ) આ મુદ્દાનો વહેલી તકે ઉકેલ લાવશે. જો આ મુદ્દો ઉકેલાતો ન હોય, તો આરપીઆઈ (એ)ને રાયગઢ માટેનું પાલક પ્રધાનપદ મળવું જોઈએ,’ એમ આઠવલેએ કહ્યું હતું.

આરપીઆઈ (એ)ના વડા કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સાથી પક્ષના તેઓ તેમના પક્ષના એકમાત્ર નેતા છે જેમનું સંસદમાં કોઈ પ્રતિનિધિત્વ છે. રાજ્ય વિધાનસભામાં પક્ષનું કોઈ પ્રતિનિધિત્વ નથી.

અદિતિ તટકરે રાયગઢના પાલક પ્રધાન હતા. સુનિલ તટકરે એવો આગ્રહ રાખે છે કે તેમને અન્ય જિલ્લાઓમાં પાલક પ્રધાનપદ મળ્યું નથી તેથી તેમને અહીં આપવું જોઈએ. બીજી તરફ ભરત ગોગાવલેે પ્રધાન છે, તેઓ પણ રાયગઢના પાલક પ્રધાન બનવા માગે છે,’ એમ આઠવલેએ કહ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button