વલસાડ

વલસાડમાં એસટી બસે બાઇકચાલકને અડફેટમાં લીધો; CCTV વાઈરલ…

વલસાડ: બે દિવસ પૂર્વે વલસાડમાં એસટી બસે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માતની આ ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. સામે આવેલા વીડિયોમાં એસટી બસ ચાલકની બેદરકારી જોઇ શકાય છે. CCTV સામે આવ્યા બાદ તેના આધારે પોલીસે આ કેસની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :અમદાવાદીઓ રોંગ સાઈડમાં વાહન ચલાવતા હો તો સુધરી જજો, આજથી થશે FIR

ST બસે બાઇક સવારને ટક્કર મારી
પ્રાપ્ત વિગતો અનુસાર ગુરુવારે મોડી રાત્રે વલસાડ જિલ્લાની ધરમપુર ચોકડી નજીક એક અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પુરપાટ ઝડપે આવતી ST બસે બાઇક સવારને ટક્કર મારી હતી, જેના કારણે બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક સવાર હવામાં ઉછળીને રસ્તા પર પડી ગયો હતો અને રોડ પર આવી રહેલી એક પિકઅપ જીપ નીચે આવી ગયો હતો.

આ પણ વાંચો : આણંદઃ બોરીયાવી નગરપાલિકાના કારોબારી ચેરમેનની પત્નીએ કર્યો આપઘાત, મોડલિંગ તરીકે કરતી હતી કામ

મહિલાએ સીપીઆર આપ્યું
અકસ્માતમાં બાઈક સવાર ઉછળીને રસ્તામાં પડી ગયો હતો અને રોડ પર આવી રહેલી એક પિકઅપ જીપ નીચે આવી ગયો હતો, જો કે પિકઅપ જીપનાં ચાલકે તાત્કાલિક બ્રેક લગાવી દીધી હતી. અકસ્માતની ઘટનાને જોઇ એક મહિલાએ સમયસૂચકતા વાપરીને બાઇક ચાલકને સીપીઆર આપ્યું હતું. ત્યારબાદ તેને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button