રજાનો દિવસ કઈ રીતે પસાર કરે છે Mukesh Ambani, Nita Ambani?

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે અને આ પરિવારનો દરેકે દરેક સભ્ય પોતાની લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. પરંતુ શું ક્યારેય વિચાર્યું છે ખરું કે દુનિયાનો આ ધનવાન પરિવાર રવિવારની રજાનો દિવસ કઈ રીતે પસાર કરે છે?
ચાલો જાણીએ કે રજાનો દિવસ અંબાણી પરિવાર કઈ રીતે એન્જોય કરે છે-
મળતી માહિતી અનુસાર રવિવારની સવાર અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ હોય છે, કારણ કે આ દિવસે બાકીના પરિવારની જેમ જ મુકેશ અંબાણી, નીતા અંબાણી અને આખો અંબાણી પરિવાર એક સાથે બેસીને બ્રેકફાસ્ટ કરે છે અને કહેવાની જરૂર ખરી કે તેઓ હેલ્ધી ફૂડને પ્રાથમિકતા આપે છે અને. બ્રેકફાસ્ટમાં અંબાણી પરિવાર મોટેભાગે સાઉથ ઈન્ડિયન અને ગુજરાતી વાનગીઓ ખાવાનું પસંદ કરે છે.
આ પણ વાંચો: કિંગ ખાનના પુત્રને જેલમાં હતું જીવનું જોખમ? એજાઝ ખાને કહ્યું – મેં ગુંડા અને માફિયાથી બચાવ્યો…
આ ઉપરાંત અંબાણી પરિવાર ખૂબ જ આધ્યાત્મિક છે એ વાત તો આપણે જાણીએ જ છીએ. અવારનવાર અંબાણી પરિવારનો કોઈને કોઈ સભ્ય ભારતના વિવિધ જાણીતા મંદિરોની મુલાકાત લેતા જોવા મળે છે. રવિવારે પણ આખો અંબાણી પરિવાર ઘરમાં આવેલા મંદિરમાં પૂજા-અર્ચના કરે છે.
બ્રેકફાસ્ટ અને પૂજા-અર્ચના બાદ અંબાણી પરિવાર નેચર લવર છે. મુંબઈના એન્ટિલિયા ખાતે આવેલા તેમના આલિશાન ઘરમાં ભરપૂર હરિયાળી અને ગાર્ડન્સથી ઘેરાયેલું છે. મુકેશ અંબાણી અને પરિવારના અન્ય સદસ્યો આ ગાર્ડનમાં આરામ કરે છે, રિલેક્સ ફીલ કરે છે અને કુદરત સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરે છે.
નીતા અંબાણી અને અંબાણી પરિવારના અન્ય સદસ્યો પોતાની ફિટનેસને લઈને પણ ખૂબ જ જાગરૂક છે એટલે રવિવારે રજાના દિવસે યોગ, મેડિટેશન અને વર્ક આઉટ માટે ચોક્કસ સમય કાઢે છે. આ ઉપરાંત પરિવારના સભ્યો ટેનિસ અને બીજા સ્પોર્ટ્સ રમે છે. નીતા અંબાણીને ડાન્સિંગનો શોખ છે અને એટલે તે ક્યારેક ક્યારેક સંડેના દિવસે કથક કે ક્લાસિકલ ડાન્સનો અભ્યાસ કરે છે.
આ પણ વાંચો: એરપોર્ટ પર પતિ અને દીકરી વિના દેખાઈ પ્રિયંકા ચોપ્રા, પેટ પર અટકી લોકોની નજર…
ટૂંકમાં કહીએ તો મુકેશ અંબાણી, નીતા અંબાણી અને આખો અંબાણી પરિવાર રવિવાર કે રજાના દિવસે ડે ટુ ડે લાઈફમાંથી બ્રેક લઈને ફન એક્ટિવિટી મૂવી નાઈટ્સ, આઉટિંગ, શોપિંગ જેવી એક્ટિવિટી કરે છે અને આખો દિવસ પરિવાર એક સાથે પસાર કરે છે.