કપૂર ખાનદાનની વહુ આટલા સસ્તા સેન્ડલ પહેરીને પહોંચી બર્થડે પાર્ટીમાં અને પછી…

બોલીવૂડના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીની વાત ચાલે તો સૌથી પહેલાં કપૂરનું નામ આવે અને બાદમાં બચ્ચન, ખાન વગેરે વગેરે. કપૂર ખાનદાનની વહુરાણી આલિયા ભટ્ટ આમ તો સામાન્યપણે ખૂબ જ સજી ધજીને પહોંચતી હોય છે. આ જ મહિનામાં 15મી તારીખે આલિયા ભટ્ટે પોતાનો 35મો બર્થડે સેલિબ્રેટ કર્યો. આલિયા માટે પેપ્ઝે અલીબાગમાં ગ્રાન્ડ બર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી જ્યાં તે પતિ રણબીર કપૂર સાથે પહોંચી હતી.. જોકે, આ સેલિબ્રેશનમાં આલિયાના લૂક કરતાં સૌથી વધુ ચર્ચા તેણે પહેરેલાં ચંપલની થઈ.
આ પણ વાંચો: પ્રિયંકાની બહેન મન્નારા ચોપરાને આ શું થયું, જુઓ વાઈરલ વીડિયો
આવો જોઈએ શું હતું ખાસ આલિયાના ચંપલમાં-
આલિયા ભટ્ટના બર્થડે સેલિબ્રેશનમાં દીકરી રાહા કપૂરની ગેરહાજરી લોકોને આંખે ઉડીને વળગી હતી. પેપ્ઝ દ્વારા રાખવામાં આવેલી આ પાર્ટીમાં આલિયાએ હંમેશની જેમ સિમ્પલ બટ એકદમ ગ્રેસફૂલ લૂક પસંદ કર્યો હતો. માના લેબલનો પીચ કલરના કૂર્તા અને પેન્ટમાં આલિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. ખુલ્લા વાળા અને કપાળ પણ નાનકડા ચાંદલામાં આલિયા એકદમ પિક્ચર પરફ્કેટ લાગી રહી હતી.
વાત કરીએ આલિયાએ આ આઉટફિટ સાથે પહેરેલા ચંપલની તો આલિયાએ આ સુંદર આઉટફિટ સાથે ગોલ્ડન કલરની સસ્તી હીલ્સ પેયર કરી હતી. આલિયાના આ કુર્તા સેટની કિંમત 22,500 રૂપિયા હોવાનો દાવો અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, જ્યારે તેની હીલ્સની કિંમત આશરે 4,400 રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ પણ વાંચો: મારો દીકરો મારો ઉત્તરાધિકારી નહીં હોય… Amitabh Bachchan ની ટ્વીટ વાઈરલ થતાં જ…
એક્ટ્રેસે પોતાના આ લૂકને કમ્પલિટ કરવા માટે નાના ડ્રોપ ઈયરરિંગ્સ પહેર્યા હતા અને નેચરલ મેકઅપે આલિયાની સુંદરતામાં ચાર-ચાંદ લગાવવાનું કામ કર્યું હતું. રણબીર કપૂરની વાત કરીએ તો આ સમયે રણબીર કપૂર ઓલ વ્હાઈટ લૂકમાં જોવા મળ્યો હતો. વ્હાઈટ પેન્ટ-શર્ટમાં અને શૂઝમાં એક્ટર ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યો હતો. તમે પણ કપલના આ સેલિબ્રેશનના વીડિયો કે ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો..