આપણું ગુજરાતટોપ ન્યૂઝ

IPS અધિકારી રવિન્દ્ર પટેલનાં ઘરે SEBI નાં દરોડા; શેર બજારમાં કૌભાંડની આશંકા…

અમદાવાદ: ગુજરાતમાં IPS અધિકારીને ઘરે કેન્દ્રીય એજન્સીનાં દરોડા પડ્યા છે. ગુજરાતમાં IPS રવિન્દ્ર પટેલના ઘરે SEBI ત્રાટકી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આજ સવારથી જ IPS રવિન્દ્ર પટેલના ઘરે તપાસ એન્જસીએ તપાસ શરૂ કરી હોવાના અહેવાલો છે, આ સાથે જ IPSનાં સાળાને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો : છતે પૈસે સુરતના 32 હીરા વેપારી પૈસા વિનાના, જાણો શું છે કારણ?

IPS ના સાળાની પણ પૂછપરછ
સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર IPS રવિન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય તપાસ એજન્સી સેબીએ તપાસ હાથ ધરી છે. SEBIની ટીમ દ્વારા ખેડબ્રહ્માના રોધરા અને ગલોડીયા ગામે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે. આ તપાસમાં IPS રવિન્દ્ર પટેલના સાળાની પણ પૂછપરછ કરવામાં આવી હોવાની વિગતો છે.

નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવી હોવાનાં અહેવાલો મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે IPS રવિન્દ્ર પટેલ હાલ પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદે છે. વર્ષ 2016 બેચનાં IPS અધિકારી છે. તેમના પિતા ડી. એન. પટેલ પણ IG કક્ષાના નિવૃત IPS અધિકારી હતા. શેર બજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેર લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button