આમચી મુંબઈ

કેન્સરને માત આપીને મેદાનમાં પાછા ફરનારા જોકીએ કરી નાખી કમાલ, જાણો સક્સેસ સ્ટોરી?

મુંબઈઃ બે વર્ષ પહેલા 43 વર્ષના નિર્મલ જોધા નામના જોકી પોતાના જીવન માટે લડી રહ્યા હતા અને આ રવિવારે તે રેસ જીતવા માટે લડી રહ્યો હતો. નિર્મલ જોધા એ બંને રેસ જીતી ગયા છે. તેણે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે શાનદાર વાપસી કરી હતી. તેણે તેની ઘોડી સાથે ધ સ્ટાર શાઈન ટ્રોફી જીતી હતી. નિર્મલ જોધાએ કહ્યું હતું કે મેં મારી 25 વર્ષની કારકિર્દીમાં લગભગ 300 રેસ જીતી છે, પરંતુ આ જીત સૌથી ખાસ છે.

જાન્યુઆરી 2023માં નિર્મલ જોધાને ત્રીજા સ્ટેજનું પેટનું કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેમણે કહ્યું હતું કે મને કેટલાક સમયથી પેટની સમસ્યા હતી. જ્યારે મેં ડૉક્ટરને બતાવ્યું તો જાણ થઇ કે મારા મોટા આંતરડામાં ગાંઠ છે. બાયોપ્સીમાં જાણવા મળ્યું કે મને ત્રીજા સ્ટેજનું કેન્સર છે. નિર્મલ જોધા કહે છે કે આ સાંભળીને હું સ્તબ્ધ થઈ ગયો હતો. મારા મગજમાં પહેલો સવાલ એ હતો કે હું મરી જઈશ તો મારી વિધવા માતા, મારી પત્ની અને મારા ત્રણ વર્ષના પુત્રનું શું થશે? તેઓ કેવી રીતે જીવશે?

આ પણ વાંચો: આરોગ્ય એક્સપ્રેસ : રશિયાએ વિકસાવેલી કેન્સરની રસીથી આખરે કઇ રીતે થશે સારવાર?

જોકી એસોસિએશન ઓફ ઈન્ડિયા અને અન્ય ઘોડેસવારોએ તેમને મદદ કરી હતી. તેમણે નિર્મલ જોધાનો પરિચય ડૉ. મેહલી નઝીર સાથે કરાવ્યો હતો. ડૉ. નઝીરે તેને તાત્કાલિક રૂબી હોલ ક્લિનિક પુણેમાં દાખલ થવાની સલાહ આપી હતી ત્યાં ફેબ્રુઆરી 2023માં તેમની સર્જરી કરાવી હતી, પરંતુ ત્યાર પછી નિર્મલ જોધા માટે મુશ્કેલ સમય શરૂ થયો.

જોકે, તેમને કેટલાક મહિનાઓ સુધી કીમો અને રેડિયેશનમાંથી પસાર થવું પડ્યું હતું. જોકીનું વજન સામાન્ય રીતે 47થી 55 કિલોની વચ્ચે હોય છે, પરંતુ એક સમય એવો હતો જ્યારે તેમનું વજન માત્ર 27 કિલો થઇ ગયું હતું. રાહતની વાત એ હતી કે એક જોકી તરીકે તેણે વર્ષોથી કડક ડાયટ ફોલો કરી હતી. આનાથી તેમને ઝડપથી સ્વસ્થ થવામાં મદદ મળી હતી.

આ પણ વાંચો: આગામી 3 વર્ષમાં દેશના દરેક જિલ્લામાં ‘કેન્સર ડે કેર સેન્ટર’ બનાવાશેઃ પીએમ મોદી

નિર્મલ જોધાના માલિક અને રોયલ વેસ્ટર્ન ઈન્ડિયા ટર્ફ ક્લબના જાણીતા ટ્રેનર અધિરાજ સિંહ જોધાએ તેમના પુનરાગમનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. અધિરાજસિંહ જોધાએ કહ્યું હતું કે મેં તેને ઘરમાંથી બહાર નીકળવા અને તેનું ધ્યાન હટાવવા માટે અશ્વશાળામાં આવવાનું કહ્યું હતું. તેણે વધુમાં કહ્યું કે પહેલા તો તે માત્ર આસપાસ જ ફરતો હતો, પરંતુ ટૂંક સમયમાં તેણે કામ માંગ્યું.

છેલ્લે ગયા વર્ષની શરૂઆતમાં નિર્મલ જોધા પાછો ફર્યો હતો, તે હજુ પણ નબળો હતો. તેઓ એટલા પાતળા અને નબળા હતા કે મેં ફક્ત ઘોડાને ટ્રોટ કરવા દીધા. આનાથી તેનો માનસિક અને શારીરિક આત્મવિશ્વાસ પાછો મેળવવામાં મદદ મળી. ઑક્ટોબરના અંત સુધીમાં નિર્મલ જોધા ઘોડાઓને કેન્ટર કરવા લાગ્યા હતા. ટ્રોટનો અર્થ થાય છે ઘોડાને ધીમેથી ચલાવવા અને કેન્ટરનો અર્થ છે ઘોડાને ઝડપથી ચલાવવા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button