Anushka Sharmaએ ડિવોર્સને લઈને આ શું કહ્યું? વિરુષ્કા વચ્ચે વધું બરાબર તો છે ને?

બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ટીમ ઈન્ડિયાના ધુઆંધાર બેટ્સમેન વિરાટ કોહલી હંમેશા કપલ્સ માટે કપલ ગોલ્સ સેટ કરતાં હોય છે, બંને જણના વર્તન અને વ્યવહારમાં એકબીજા માટે ભારોભાર પ્રેમ અને સન્માન જોવા મળે છે. પરંતુ હેડિંગ વાંચીને તમે પણ થોડા ટેન્શનમાં આવી ગયા હશો કે આખરે એવું તે શું થયું કે અનુષ્કાએ આ મુદ્દે વાત કરવાની ફરજ પડી? બંને વચ્ચે બધું બરાબર તો હશે ને કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની જેમ આ કપલ પણ ડિવોર્સની ડગર પર આગળ તો નથી વધી રહ્યું ને? થોડા ધીરા પડો આ માટે તમારે આખી સ્ટોરી છેલ્લે સુધી વાંચી જવી પડશે.
વાત જાણે એમ છે કે હાલમાં અનુષ્કા શર્માનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં અનુષ્કાએ જણાવ્યું હતું કે ભારતમાં ડિવોર્સને કેસમાં કેમ વધારો જોવા મળી રહ્યો છે. કઈ રીતે તમે એક સફળ લગ્નજીવનનો આનંદ માણી શકો છો. અનુષ્કાએ ઈન્ટરવ્યુમાં એવું જણાવ્યું હતું કે હવે લોકો વચ્ચે પહેલાં જેવા ઈક્વેશન નથી રહ્યા. મહિલાઓ ઈન્ડિપેન્ડન્ટ થઈ ગઈ છે. હવે તેઓ એવું નથી વિચારી રહી કે લગ્ન બાદ રહેવા માટે ઘર મળે. હવે મહિલાઓ પાર્ટનર સાથે એક સારું જીવન અને પાર્ટનરશિપ ઈચ્છે છે.
આ પણ વાંચો: વિરાટ કોહલી વિદેશમાં શિફ્ટ થશે, અનુષ્કા શર્માની ક્રિપ્ટિક પોસ્ટ થઈ વાઈરલ
એટલું જ નહીં પણ અનુષ્કાએ આ ઈન્ટરવ્યુમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે હવે મહિલાઓ ઈચ્છે છે કે તેઓ પોતાના પાર્ટનર સાથે ગ્રો કરે અને તેને કોઈ પણ પ્રકારના પ્રેશરમાં ના જીવવું પડે. પહેલાં મહિલાઓ સહન કરતી હતી, પણ હવે મહિલાઓ સહન નથી કરતી, તેમના વિચારો બદલાઈ ચૂક્યા છે. પાર્ટનર એકબીજાને બદલવાનો પ્રયાસ કરે છે અને તેમની વચ્ચે અંડરસ્ટેન્ડિંગનો અભાવ જોવા મળે છે.
ભારતમાં દિવસે દિવસે ડિવોર્સના કિસ્સાઓમાં થઈ રહેલાં વધારાનું કારણ આપતા અનુષ્કાએ એવું પણ જણાવ્યું હતું કે લગ્ન બાદ બંને પાર્ટનર્સમાં ધીરજ નથી હોતી અને વસ્તુઓને જવા દે છે અને આ રીતે લગ્નો તૂટવા લાગે છે. એક્ટ્રેસના મતે લગ્ન બાદ પણ તમારે એને ટકાવી રાખવા માટે કામ કરવું પડશે. રિલેશનશિપમાં સ્વીકારવાની ભાવના હોવી જોઈએ. કોઈ પણ સંબંધમાં ઉતાવળમાં નિર્ણય ના લેવા જોઈએ. સંબંધોને સમય આપો.
આમ જોવા જઈએ તો અનુષ્કા શર્માની વાતમાં દમ તો છે. જ્યારે બે કપલ વચ્ચે આ બધી વસ્તુઓ અને વાતો જોવા મળશે તો જ મેરિડ લાઈફ હેપ્પી રહેશે.