પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર શરદૠતુ), શનિવાર, તા. ૨૧-૧૦-૨૦૨૩,
સરસ્વતી પૂજન, મહાલક્ષ્મી પૂજન
- ભારતીય દિનાંક ૨૯, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૫
- વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન સુદ-૭
- જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૭
- પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
- પારસી કદમી રોજ ૭મો અમરદાદ, માહે ૪થો તીર, સને ૧૩૯૩
- પારસી ફસલી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
- મુુસ્લિમ રોજ ૫મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
- મીસરી રોજ ૭મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
- નક્ષત્ર પૂર્વાષાઢા રાત્રે ક. ૧૯-૫૩ સુધી, પછી ઉત્તરાષાઢા.
- ચંદ્ર ધનુમાં મધ્યરાત્રિ પછી ક. ૨૫-૩૭ સુધી (તા. ૨૨મી) પછી મકરમાં.
- ચંદ્ર રાશિ નામાક્ષર: ધનુ (ભ, ધ, ફ, ઢ), મકર (ખ, જ)
- સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૩૫, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૦ સ્ટા.ટા.,
- સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૧૧, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૮ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-ઽ - ભરતી : બપોરે ક. ૧૫-૩૫ મધ્યરાત્રિ પછી ક. ૦૪-૫૯ (તા. ૨૨)
- ઓટ: સવારે ક. ૦૯-૫૦, રાત્રે ક. ૨૧-૪૪
- વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર પ્રારંભ, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન શુક્લ – સપ્તમી. સરસ્વતી પૂજન, મહાલક્ષ્મી પૂજન, દુર્ગાપૂજા પ્રારંભ (બંગાળ), ભદ્રા પ્રારંભ રાત્રે ક. ૨૧-૫૩. સૂર્ય મહાનક્ષત્ર ચિત્રા, વાહન ઉંદર.
- શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
- મુહૂર્ત વિશેષ: શનિ ગ્રહદેવતાનું પૂજન, હનુમાન ચાલીસા, સુંદરકાંડ વાંચન, પ્રયાણ મધ્યમ, આમળાના ઔષધીય પ્રયોગો, માલ વેંચવો, નિત્ય થતાં મિલકત લેવડદેવડના કામકાજ, ખેતીવાડી, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ.
- નવરાત્રિ મહિમા: દેવીનાં કાલરાત્રિ સ્વરૂપનાં પૂજનનો આજરોજ મહિમા છે. દેવી કાલરાત્રિ માતા દેવી કાલી, મહાકાલી, ભદ્રકાલી, ભૈરવી, ચામુંડા, ચંડી, રૌદ્રી, ધૂમ્રવર્ણા એમ અનેક સ્વરુપે પ્રસિદ્ધ છે. આજે દેવીને તલવાર અર્પણ કરવી. શિવ અને શક્તિ, વિષ્ણુ અને લક્ષ્મી એમ બે પુરુષ સ્રી સ્વરૂપે, બ્રહ્માંડમાં, જગતમાં ઈશ રૂપે છે. તેમાં નારીશક્તિ, સ્ત્રી શક્તિ, લક્ષ્મી, અંબામાતા ૬૪ શક્તિ સ્વરૂપો એ જ જગતને પ્રશમ આવશ્ય છે. શક્તિની કૃપા દ્વારા શરીર અને જગત પુરુષાર્થના પંથે ચાલી શકે છે. શક્તિ માંના સ્વરૂપે પૂજાય છે, પરંતુ સર્વ નારીમાં માના સ્વરૂપનું દર્શન કરવાથી ઉપાસના સરળ અને સફળ બને છે. પુરુષ પ્રકૃતિમાં શક્તિના દર્શન કરે છે. ભારતીય સંસ્કૃતિમાં આથી જ નારીેના અનેક સ્વરૂપોમાં માના જ દર્શન કરવાનો ઉલ્લેખ છે એટલે કે નારીનો આદર કરવો. રક્ષા કરવી તે પુરુષની પ્રથમ ધર્મ છે.
- આચમન: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ મૌલિક વિચારના, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ પુરુષાર્થી સ્વભાવ.
- ખગોળ જ્યોતિષ: ચંદ્ર-હર્ષલ ત્રિકોણ, ચંદ્ર-રાહુ ચતુષ્કોણ (તા. ૨૨)
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચ્યુન-મીન, માર્ગી પ્લુટો-મકર.