નેશનલ

વિવાદાસ્પદ નેતાઓથી કોંગ્રેસ ક્યાં સુધી રાખશે અંતર, બેવડા વલણને લઈ નેતાઓ અસમંજસમાં?

નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટી માટે હાલનો સમય થોડો કઠણ ચાલી રહ્યો છે. પાર્ટીના કેટલાક નેતાઓ જાહેર રીતે પોતાની વાત વ્યક્ત કરવા માંગે છે, પરંતુ પાર્ટીને ડર છે કે તેમના આ વિચારથી તેની છબી ખરાબ થઈ શકે છે. આ માટે પાર્ટી નેતાઓની અમુક કથિત વિવાદિત ટિપ્પણીઓથી પોતાનું અંતર જાળવી રહી છે અને તેનું ઉદાહરણ તાજેતરમાં જ કોંગ્રેસ સાંસદ શશિ થરૂરે આપેલી ભૂલ સુધારી રહ્યો હોવાની ટિપ્પણી છે.

કોંગ્રેસ નેતાની ટિપ્પણીથી ઘેરાયું

કોંગ્રેસ નેતા મોહમ્મદ શમા અને શશિ થરૂરની ટિપ્પણી અંગે કોંગ્રેસનું મૌન દર્શાવે છે કે તે તેના આંતરિક બાબતો અંગે મૂંઝવણમાં છે. શશિ થરૂરના “હું મારી ભૂલ સુધારવાનો પ્રયાસ કરી રહ્યો છું” નિવેદન પર પાર્ટીની કોઇ જ પ્રતિકરીયા નહિ તે આ બાબતને વધુ ઘાટી બનાવી રહી છે. તે જ સમયે, શમા મોહમ્મદે પોતાના ટ્વીટ પર સ્પષ્ટતા કરી અને તેને ડિલીટ પણ કરી દીધું પરંતુ પોતાના નિવેદન પર અડગ રહી.

કોંગ્રેસની મૌનની નીતિથી ઉઠયા પ્રશ્ન

ટિપ્પણીઓથી છેટું બનાવી રાખવું અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત બંને એક જ ગાડે કેમ ચાલશે તે પણ એક મોટો પ્રશ્ન છે. આથી એ બાબત પર પણ પ્રશ્ન ઉઠી રહ્યો છે શું કોંગ્રેસ હવે મૌનની નીતિ અપનાવી રહી છે કે પછી તે અસંમત નેતાઓ સામે કોઈ કાર્યવાહી કર્યા વિના તેમની અવગણના કરી રહી છે? કોંગ્રેસ ભાજપ અને વિશેષ તો નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરતી આવી છે કે પક્ષમાં આંતરિક અભિવ્યક્તિને સ્થાન નથી. પરંતુ હવે આ ફરતો ફાગણ ખુદ કોંગ્રેસનાં દ્વારે આવીને ઉભો છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી અને સંજય રાઉત બીજું પાકિસ્તાન બનાવવા ઈચ્છે છેઃ કોંગ્રેસના પૂર્વ નેતાએ કર્યો મોટો આરોપ

ભાજપ કરતાં અલગ બતાવવામાં જ ફસાઈ કોંગ્રેસ….

કોંગ્રેસ એવું દર્શાવવા માંગે છે કે તે ભાજપ કરતાં અલગ છે, પરંતુ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે પાર્ટીના નેતાઓ એવા નિવેદનો આપે છે જેનાથી ભાજપને ફાયદો થાય છે. પક્ષ માટે શિસ્ત અને વાણી સ્વાતંત્ર્ય વચ્ચે સંતુલન જાળવવું મુશ્કેલ બની રહ્યું છે. ભાજપ ઘણીવાર ટોણો મારે છે કે જે કોઈ ગાંધી પરિવારનો વિરોધ કરે છે તે કોંગ્રેસમાં રહી શકતો નથી. કોંગ્રેસમાં કેટલાક નેતાઓ એવા છે જે પાર્ટી છોડવા માંગતા નથી, પરંતુ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માંગે છે. જ્યારે પણ તેઓ આવું કરે છે, ત્યારે પાર્ટીની હાલત થોડી બગડી રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ નેતાઓ પોતાની ઓળખ માટે પક્ષ પર નિર્ભર નથી. તેથી પાર્ટી માટે તેમની સામે કાર્યવાહી કરવી મુશ્કેલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button