VIDEO: ભરવાડ સમાજની 70,000 બહેને પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને હૂડો મહારાસ રમીને રેકોર્ડ કર્યો…

અમદાવાદ: ભરવાડ સમાજની આસ્થાનાં કેન્દ્ર સમાન અને 52 ઠાકર દુવારા પૈકીનાં એક ભાલ પંથકનાં સંત નગાલાખા બાપાની જગ્યા બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથાસ્વરૂપે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ભરવાડ સમાજના પરંપરાગત ગોપી હુડા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં એક સાથે 70,000થી વધુ મહિલા એકસાથે ગોપી હુડા મહારાસ પ્રસ્તુત કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
આ પણ વાંચો : ભરવાડ સમાજના ઐતિહાસિક લગ્ન એક નજર…
70 હજારથી વધુ મહિલાઓ રમી હુડા રાસ

પ્રાપ્ત વિગતો અનુસાર ભાલ પંથકનાં બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું છે. તે અંતર્ગત ઘણા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને તે અંતર્ગત આજે ભરવાડ સમાજના પરંપરાગત ગોપી હુડા મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરવાડ સમાજની 70 હજારથી વધારે મહિલાઓએ એકસાથે તેમના પારંપરિક ગોપી હુડા મહારાસ રમીને વિશ્વ વિક્રમ સર્જ્યો હતો.
જુઓ વાઈરલ વીડિયો
બાવળિયાળી ખાતે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથા સ્વરૂપે શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં રાજ્યનાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થતિ રહ્યા હતા. આ તકે તેમણે કહ્યું હતું કે, “ભગવાન શ્રીકૃષ્ણના ઉપાસક ગોપાલક સમાજનું પશુપાલન ક્ષેત્રે પણ મોટું યોગદાન છે. તેમણે રચનાત્મક પ્રવૃતિઓમાં પણ સમાજની એકતાના દર્શન કરાવી સમાજમાં વિશ્વાસનું વાતાવરણ સર્જ્યું છે. ભરવાડ સમાજે આધુનિક પ્રગતિશીલ અભિગમ અપનાવીને શિક્ષણ અને તાલીમ દ્વારા પરિવર્તનશીલ સમાજનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.