આ સાંસદે કરી અમેઠીના 8 રેલવે સ્ટેશનના નામ બદલવાની માંગ કરી…
અમેઠી: ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં અનેક રેલવે સ્ટેશનોના નામ બદલ્યા બાદ હવે અમેઠીમાં પણ 8 રેલવે સ્ટેશનોના નામ બદલવાની માંગ કેન્દ્રીય પ્રધાન અને અમેઠીના સાંસદ સ્મૃતિ ઈરાનીએ ગૃહ પ્રધાન અને રેલ્વે પ્રધાનને પત્ર લખીને કરી હતી. જેમાં મિસરોલી, જાયસ, બની, કાસિમપુર હોલ્ટ, અકવર ગંજ અને વારિસ ગંજ રેલવે સ્ટેશનોના નામ બદલવાની માંગ કરી છે. ફુરસતગંજ એરપોર્ટનું નામ બદલવાની પણ માંગ કરવામાં આવી છે. અમેઠીના લોકોએ પણ સાંસદના આ પ્રયાસની પ્રશંસા કરી છે.
હાલના સમયમાં દેશ અને રાજ્યમાં રેલવે સ્ટેશન, એરપોર્ટ અથવા બસ સ્ટેન્ડના નામ બદલવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પણ રેલવે સ્ટેશનના નામ બદલવાને મુદ્દો ઉઠાવ્યો હતો. કેન્દ્રીય પ્રધાને મિસરોલી રેલવે સ્ટેશનનું નામ કાલિકન ધામ, બની રેલવે સ્ટેશનનું નામ સ્વામી પરમહંસ ધામ, જાયસ રેલવે સ્ટેશનને ગુરુ ગોરખનાથ, કાસીમપુર હોલ્ટનું નામ કવિ જાયસના નામ પર જાયસ સિટી, તેમજ નિહાલગઢ રેલવે સ્ટેશનનું નામ મહારાજા બિજલી પાસી અથવા વીરાંગના ઉદા દેવી પાસી, અને અકબરગંજ રેલવે સ્ટેશનનું નામ માં અહોરવા ભવાની ધામ અને વારીસગંજ રેલવે સ્ટેશનના અમર શહીદ ભાલે સુલતાન રાખવાની માંગ કરી હતી.
સાંસદે ઉડ્ડયન પ્રધાનને પત્ર લખીને ફુરસતગંજ એરપોર્ટનું નામ બદલીને રાણા બેનીમાધવ એરપોર્ટ કરવાની માંગ કરી છે. અમેઠીના સ્થાનિક લોકોએ પણ અમેઠીના સાંસદના પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું હતું કે આ પ્રકારના કામથી અન્ય રાજ્યોમાં પણ અમેઠીની એક અલગ ઓળખ બનશે.