મનોરંજન

Happy Birthday: આ રેકોર્ડ્સ ક્વિન સિંગરનો ફેન ઓસામા બિન લાદેન પણ હતો…

ક્રૂર શાસકો અને રીઢા ગુનેગારો ઘણીવાર પોતે સારા કલાકાર હોય છે અથવા કલાપ્રેમી હોય છે. આવા જ એક આતંકવાદીના ઠેકાણાઓ પર જ્યારે છાપો મારવામાં આવ્યો ત્યારે તેમના આ ઠેકાણાઓ પરથી એક ભારતીય સિંગરની કેસેટ્સ મળી હતી અને તે સિંગરનો આજે બર્થ ડે છે. 80ના દાયકાથી હિન્દી ફિલ્મસંગીત નહીં પણ લગભગ 25 જેટલી ભાષાઓમાં ગીતા ગાઈ આપણે સૌને ડોલાવતી, નચાવતી આ સિંગર એટલે પશ્ચિમ બંગાળની કોકિલા અલકા યાજ્ઞિક.

આ પણ વાંચો : જ્યારે ઈન્ડસ્ટ્રીના આ જાણીતા ડિરેક્ટરે પોતાની દીકરી સાથે જ કર્યું લિપ લોક અને…

1966માં જન્મેલી અલકાએ માતા પાસેથી શાસ્ત્રીય સંગીત શિખ્યું અને 10 વર્ષની ઉંમરે જ ગીત ગાવાનું શરૂ કરી દીધું. એક ફિલ્મવિતરકે અલકાનો અવાજ સાંભળી રાજ કપૂરને પત્ર લખ્યો ને રાજ કપૂરે અલકાને મોકલી લક્ષ્મીકાંત પ્યારેલાલ પાસે. અલકાએ 1980માં આવેલી પાયલ કી ઝંકારથી શરૂઆત કરી. લાવારીસનું રાખી પર પિક્ચરાઈઝ્ડ થયેલું મેરે અંગને મે તુમ્હારા… પણ તેણે ગાયું, પણ ખરો બ્રેક મળ્યો માધુરી દિક્ષિત પર ફિલ્માવાયેલા ફિલ્મ તેજાબના ગીત એક દો તીન…થી. આ ગીતે માધુરી અને અલકાને ફેમસ કરી દીધા અને બન્ને હજુ એવો જ જાદુ ચલાવી રહ્યા છે.

news24

હવે વાત કરીએ અમેરિકાના દુશ્મન બની બેઠેલા આતંકવાદી ઓસામા બિન લાદેનની. તો તમને જાણીને જવાઈ લાગશે કે અમેરિકાન આર્મીએ જ્યારે લાદેનને શોધવા તેમના ઠેકાણાઓ પર રેડ પાડી ત્યારે તેમને અલકા યાજ્ઞિકની ઓડિયો કેસેટ્સ અચૂક મળી હોવાના અહેવાલો છે.

અલકા યાજ્ઞિક પછી કેટલીય સિંગર્સ આવી પણ હજુ તેનાં ઘણા રેકોર્ડ્સ કોઈ તોડી શક્યું નથી. ચાલો જાણીએ આ રેકોર્ડ્સ કયા છે.

  1. 2022 માં ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સ અનુસાર, અલ્કા યાજ્ઞિકના ગીતોને યુટ્યુબ પર 15.3 બિલિયન વ્યુઝ મળ્યા હતા. તેમાંથી 12.3 બિલિયન યુઝર્સ ભારતના હતા. પાકિસ્તાનમાં પણ અલકા યાજ્ઞિકના ગીતોને 2021માં યુટ્યુબ પર 683 મિલિયન વ્યુઝ મળ્યા હતા. અલ્કા યાજ્ઞિક દ્વારા ગાયેલું ગીત ‘એક દિન આપ…’ યુટ્યુબ પર 16.6 અબજ વખત સ્ટ્રીમ થયું હતું.
  2. અલકા યાજ્ઞિકના નામે 7 ફિલ્મફેર એવોર્ડ પણ છે. તેમને આ એવોર્ડ ફિલ્મ તેજાબના ગીત એક દો તીન…, ફિલ્મ ખલનાયકના ગીત ‘ચોલી કે પીછ ક્યા હૈ, ફિલ્મ પરદેસના ગીત મેરી મહેબૂબા, ફિલ્મ તાલના ગીત તાલ સે તલ મિલાઓ, ફિલ્મ ધડકનનું ગીત દિલ ને યે કહા હૈ દિલ, લગાનના ગીત ઓ રે છોરી અને હમતુમના ટાઈટ સૉંગ માટે ફિલ્મફેર મળ્યો છે.
  3. અલ્કા યાજ્ઞિકને 2013માં ભારતીય સંગીતમાં તેમના યોગદાન બદલ લતા મંગેશકર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
  4. અલકા યાજ્ઞિક વર્ષ 2024 માં YouTube ના ટોચના વૈશ્વિક કલાકાર સંગીત ચાર્ટમાં ટોચ પર છે. તે ઘણા વર્ષો સુધી YouTube સંગીત ચાર્ટમાં ટોચ પર રહ્યા. અત્યાર સુધી, અલકાના ગીતોને દર અઠવાડિયે 360-400 મિલિયન વ્યુઝ મળ્યા છે. તેમજ તેના ગીતોને દર વર્ષે 18 બિલિયન વ્યૂઝ મળે છે.

    થોડા મહિનાઓ પહેલા અલકાએ પોતાને થયેલા રેર ન્યૂરો ડિસિઝ વિશે લોકોને જણાવ્યું. પોતાને સાંભળવાની તકલીફ થઈ ગઈ હોવાનું તેણે લોકોને જણાવ્યું હતું, આપણે આશા રાખીએ કે અલકા આ તકલીફમાંથી બહાર આવે અને સ્વસ્થ રહે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button