બ્રેકિંગ ન્યુઝ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભીમાણીના ભરડામાંથી છુટી

રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી કાર્યકારી કુલપતિ ગિરીશ ભીમાણી કાર્યરત હતા ઘણી ફરિયાદો પછી ગુજરાત સરકારે એક સારો નિર્ણય લઇ ભીમાણીને તાત્કાલિક અસરથી પદ પરથી ઉતારી દીધા છે તેની જગ્યાએ કાર્યકારી કુલપતિ તરીકે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટનાં ડીન ડો. નીલામ્બરી દવે નિયુક્ત થયા છે.
પ્રાપ્ત વિગત મુજબ નિલંબરી દવે સંઘના બેકગ્રાઉન્ડથી સંબંધ ધરાવે છે.વિદ્યાર્થીઓમાં હાલ તો આનંદની લાગણી ફેલાઈ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નું શિક્ષણ દિન પ્રતિદિન કક્ષાએથી ઉતરતું જતું હતું.આવા સમયે નવનિયુક્ત કુલપતિ ની જવાબદારી વધી જશે તેમાં બે મત નથી.
નવનિયુક્ત કાર્યકારી કુલપતિએ પદગ્રહણ કરતા શરૂઆતમાં ઘણી સાફ સુફી કરવી પડશે અને ગંદા રાજકારણથી ખદબદ્ધતી યુનિવર્સિટી એક કક્ષા સુધી પહોંચાડવી પડશે જોકે ઘણા નેતાઓને તે ગમશે નહીં પરંતુ જો કડવા નિર્ણયો નહીં લેવામાં આવે તો ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે તેવું લોક ચર્ચામાં છે.
આમ જુઓ તો ભારતીય જનતા પક્ષે ચૂંટણી પહેલા સ્વચ્છતા અભિયાન શરૂ કર્યું હોય તેવું લાગી રહ્યું છે.
મુંબઈ સમાચાર એ આ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભ્રષ્ટાચાર અંગે અવારનવાર તંત્રને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો જ છે અને વિદ્યાર્થીઓની લાગણીઓ સરકાર સુધી પહોંચાડી છે.