આ Hardik Pandya છે ભાઈસાબ… જુઓ એવું તે શું કર્યું કે વીડિયો થયો વાઈરલ…

ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા (Hardik Pandya) અવારનવાર પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફને કારણે ચર્ચામાં આવતો રહે છે. હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક પંડ્યા સાત કરોડ રૂપિયાની ઘડિયાળ પહેરીને ઉતર્યો હતો. આ ઘડિયાળની કિંમત સાંભળીને લોકોના હોંશ ઉડી ગયા હતા અને હવે હાર્દિક ફરી આઈપીએલ-2025 (IPL-2025) પહેલાં મુંબઈ ઈન્ડિયન્સની પ્રેસ કોન્ફરન્સમાં બ્રેસલેટ પહેરીને સૌનું ધ્યાન ખેંચી લીધું છે. આવો જોઈએ શું છે ખાસ આ બ્રેસલેટમાં…
ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાર્દિક પંડ્યાએ એક શાનદાર ઘડિયાળ સાથે ઉતર્યો હતો અને આ ઘડિયાળની કિંમત 7 કરોડ રૂપિયા જેટલી હોવાનો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયનની પ્રિ-સિઝન કોન્ફરન્સમાં પણ હાર્દિક પંડ્યા એક ગોલ્ડન વોચ પહેરીને પહોંચ્યો હતો. ટી20 વર્લ્ડકપ 2024માં પણ હાર્દિકના હાથમાં આ જ ઘડિયા જોવા મળી હતી અને આ ઘડિયાળની કિંમત 3.6 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. પરંતુ હવે હાર્દિકે કંઈક એવું કર્યું છે કે લોકો તેની સ્ટાઈલના દિવાના થઈ ગયા છે.
આ પણ વાંચો…IPL 2025માં બોલર્સનો દબદબો જોવા મળી શકે છે? 5 વર્ષ બાદ આ પ્રતિબંધ હટી શકે છે
હાર્દિક પંડ્યા પોતાની શાનદાર ગેમની સાથે સાથે જ ફેશન અને સ્ટાઈલ માટે પણ જાણીતો છે. પંડ્યા માત્ર મોંઘી મોંઘી ઘડિયાળો અને જ્વેલરી જ નહીં પણ કારનો પણ રસિયો છે. વાત કરીએ હાલમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં હાર્દિકના હાથમાં દેખાયેલા બ્રેસલેટની તો આ સમયે હાર્દિક ડાયમંડ બ્રેસલેટ પહેરીને પહોંચ્યો હતો. આ બ્રેસલેટ આઈસ્ડ ક્યુબલ ડાયમંડ બ્રેસલેટ છે અને આ બ્રેસલેટની ચારેબાજુ હીરા જડવામાં આવ્યા હોય છે અને એની કિંમત 25.9 લાખ રૂપિયા છે.
સોશિયલ મીડિયા પર હાર્દિકના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે જેમાં લોકોની નજર તેના આ બ્રેસલેટ પર જ અટકી ગઈ હતી. લોકોને હાર્દિકનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ફેન્સ તેના સ્વેગના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે, પરંતુ આ સિઝનમાં પહેલી મેચમાં તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનશે. ગયા સિઝનમાં સતત સ્લો ઓવર રેટને કારણે કેપ્ટન હાર્દિક પંડ્યા પર એક મેચનો બેન લગાવવામાં આવ્યો હતો, જેને કારણે હાર્દિક આ સિઝનની પહેલી મેચ નહીં રમી શકે.