અમદાવાદ

વસ્ત્રાલની ઘટના બાદ પોલીસ વિભાગ પર પણ સકંજોઃ તાબડતોબ બદલી થઈ ગઈ આટલા કર્મીઓની…

અમદાવાદના વસ્રાલમાં બનેલી ઘટના બાદ અમદાવાદ શહેર પોલીસમાં મોટો ફેરફાર કરવામાં આવ્યાં છે. પોલીસ વડા ડીજીપી જીએસ મલિક દ્વારા 28 પીઆઈની બદલીના આદેશ આપી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, તાત્કાલિક અસરથી અમદાવાદ શહેર પોલીસના 28 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી છે. પોલીસ વડા ડીજીપી જીએસ મલિકે કાયદો અને વ્યવસ્થાની ચિંતાઓ અને સાયબર ક્રાઇમ જેવા વિશિષ્ટ એકમોને મજબૂત બનાવવાની જરૂરિયાતનો ઉલ્લેખ કરતા બદલીના આદેશ આપ્યાં છે.

આ પણ વાંચો: AMC ના કોર્પોરેટરને ત્રીજું સંતાન જન્મતા છોડવું પડશે પદ, જાણો વિગત…

ડીજીપી જીએસ મલિકે તાત્કાલિક અસરથી બદલીના આદેશ આપ્યાં

બદલીની વાત કરવામાં આવે તો, રામોલના ઇન્સ્પેક્ટર એસ બી ચૌધરી હવે પોલીસ કંટ્રોલ રૂમમાં કામ કરશે. બાપુનગરથી ઇન્સ્પેક્ટર એડી ગામિતને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં મોકલવામાં આવ્યા છે. આ સાથે અન્ય ચાર નિરીક્ષકોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. એમ.જી. રાઠોડ શહેર કોટડામાં બીજા પીઆઈ તરીકે કામ કરશે. એસ.એ. દેસાઈ આર્થિક ગુના શાખામાં જોડાયા છે. પોલીસ બેડામાં થયેલી બદલીને લઈને પણ અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે.



આ પણ વાંચો: અમદાવાદમાંથી નકલી હૉસ્પિટલ ઝડપાઈ, આ રીતે ફૂટ્યો ભાંડો

જાહેરહિતને ધ્યાનમાં રાખીને પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરાઈ

પોલીસ વડા ડીજીપી જીએસ મલિકે જાહેરહિતને ધ્યાનમાં રાખીને પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી કરવાના આદેશ આપ્યાં છે. આ સાથે સાથે સબંધીત અધિકરીઓને જે પોલીસ ઈન્સ્પેક્ટરની બદલ કરવીમાં આવી છે, તેમને તાત્કાલિક અસરથી છૂટા કરીને બદલીવાળી જગ્યાએ રિપોર્ટ કરવાનો આદેશ કર્યો છે. પોલીસ બેઠામાં કરવામાં આવી બદલીના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે, પોલીસ વડા ડીજીપી જીએસ મલિકે તાત્કાલિક અસરથી બદલીના આદેશ આપ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button