સ્પોર્ટસ

Football: 489 દિવસ બાદ ભારતીય ટીમની જીત; ગોલ કર્યા બાદ સુનિલ છેત્રી ભાવુક થઇ ગયો, જુઓ વીડિયો

શિલોંગ: ભારતીય ફૂટબોલ ટીમે ગઈ કાલે બુધવારે મેઘાલયના શિલોંગમાં માલદીવ સામે રમાયેલી ઇન્ટરનેશનલ ફ્રેન્ડલી ફૂટબોલ મેચમાં ૩-૦ થી શાનદાર જીત (IND vs MDV friendly Football match) મેળવી. આ જીત ભરતીય ટીમ માટે ખુબ જ મહત્વની છે, કેમ કે ટીમ 489 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય મેચ જીતવામાં સફળ રહી. ગઈ કાલે સુનીલ છેત્રી(Sunil Chhetri), રાહુલ ભેકે અને લિસ્ટન કોલાકોએ એક-એક ગોલ ફટકારીને ભારતને જીત આપાવી.

આ પણ વાંચો:આઇપીએલ નજીક આવી ગઈ…બૅટિંગ-બોલિંગના ટૉપર્સ પર એક નજર કરી લઈએ…

અગાઉ છેલ્લે ભારતીય ટીમ નવેમ્બર 2023માં મેચ જીતી હતી, ત્યાર બાદ રમેલી 12 મેચમાં ટીમ એક પણમાં જીત મળેવી શકી ન હતી. ભારતના દિગ્ગજ ફૂટબોલ પ્લેયર સુનીલ છેત્રી 286 દિવસ પછી રાષ્ટ્રીય ટીમમાં પરત ફર્યો, ગઈ કાલે તેને છેત્રીએ 152મી મેચ રમી.

ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન:
માલદીવ સામેની મેચમાં, હાફ-ટાઇમ સુધી ભારતે એક ગોલ ફટકારી મેચ પર પકડ જમાવી લીધી હતી, જ્યારે માલદીવ એક પણ ગોલ ફટકારી શક્યું નહીં. રાહુલ ભેકેએ 35મી મિનિટે ગોલ કરીને ભારતને લીડ અપાવી હતી. આ પછી, લિસ્ટન કોલાકોએ 66મી મિનિટે ગોલ કરીને ટીમને 2-0થી લીડ અપાવી. ગયા વર્ષે મે મહિનામાં નિવૃત્તિ લીધા બાદ રાષ્ટ્રીય ટીમમાં પાછા ફરેલા 40 વર્ષીય સુનિલ છેત્રીએ આ દિવસને યાદગાર બનાવી દીધો.

સુનિલ છેત્રીએ 77મી મિનિટે હેડરથી ભારત માટે ત્રીજો ગોલ કરીને પોતાનો 95મો આંતરરાષ્ટ્રીય ગોલ નોંધાવ્યો. ગોલ કર્યા પછી સુનીલ છેત્રી ઈમોશનલ થઈ ગયો હતો, સાથી ખેલાડીઓએ તેને ઘેરી લીધો. ગોલ કર્યા પછી સુનિલ છેત્રીનું રીએક્શન નીચે આપેલા વિડિઓમાં જોઈ શકાય છે.

https://twitter.com/TheKhelIndia/status/1902376940998476029


માર્ક્વેઝના કોચિંગ ભારતની પહેલી જીત:
ગઈ કાલની મેચ અગાઉ ભારતીય ટીમે છેલ્લે 16 નવેમ્બર, 2023ના રોજ કુવૈત સામે 1-0થી જીત મળેવી હતી, આ મેચ 2026 ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ રાઉન્ડની મેચ હતી, જે કુવૈત સિટીમાં રમાઈ હતી. ત્યાર બાદ ટીમ એક પણ મેચ જીતી શકી ન હતી.

મનોલો માર્ક્વેઝના કોચિંગ હેઠળનો ભારતની આ પહેલી જીત છે. ગયા વર્ષે જુલાઈમાં માનોલો માર્ક્વેઝને હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

ગઈ કાલની મેચ પહેલા ભારતીય ટીમ માર્ક્વેઝના નેતૃત્વ હેઠળ એક મેચ હારી હતી અને ત્રણ મેચ ડ્રો રહ્યા હતાં. ભારતીય કોચ મનોલો માર્ક્વેઝે 2027 AFC એશિયન કપ ક્વોલિફાઇંગ ત્રીજા રાઉન્ડ મેચ (બાંગ્લાદેશ સામે) પહેલા સુનિલ છેત્રીને નિવૃત્તિ પરત ખેંચવા સમજાવ્યા હતાં.

આ પણ વાંચો: આઇપીએલના ઇતિહાસના આ શ્રેષ્ઠ આઠ રોમાંચક મુકાબલા યાદ છે ને?

ભારતીય ફૂટબોલ ટીમના દૃષ્ટિકોણથી, માલદીવ સામેની મેચ 25 માર્ચે બાંગ્લાદેશ સામેના ત્રીજા રાઉન્ડના મેચ પહેલા એક સારી પ્રેક્ટિસ મેચ રહી. શિલોંગમાં આ પહેલી વાર આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button