સ્પોર્ટસ

વર્લ્ડ કપ 2023: ઓસ્ટ્રેલિયન ‘પુષ્પા’ જોયો, ઝુકેગા નહીં સાલા!

ઓસામા મિરે કેચ છોડ્યો, આ બોલરને ધોળે દિવસે બતાવ્યા તારા

બેંગલુરુઃ વનડે વર્લ્ડ કપ (2023)ની મેચમાં આજે પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગમાં શાનદાર સ્કોર કર્યો હતો, જેમાં ઓપનર બેટરોનું સૌથી મોટું યોગદાન રહ્યું હતું. ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે જોરદાર સેન્ચુરી મારી હતી, જેમાં તમામ બોલરના હોશ ઉડાવી નાખ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ નવ વિકેટે 367 રન ફટકાર્યા હતા, જેમાં સૌથી વધુ ડેવિડ વોર્નરે બનાવ્યા હતા.

વોર્નરે નવ સિક્સ અને 14 ચોગ્ગા સાથે 124 બોલમાં 163 રન કર્યા હતા, જેમાં વોર્નરે અત્યાર સુધીની ઈનિંગમાં મહત્ત્વનો સ્કોર નોંધાવ્યો છે. વોર્નરે સદી ફટકાર્યા પછી ઓસ્ટ્રેલિયન પ્લેયરે તેને વધાવી લીધો હતો, જ્યારે વોર્નરે પાકિસ્તાન સામે સતત ચોથી સદી ફટકારીને જોરદાર ઉત્સાહમાં આવી ગયો હતો. હવામાં હાઈ જમ્પ મારી બોલીવુડની ફિલ્મ ‘પુષ્પા’ની સ્ટાઈલમાં ગળાથી હાથ નીચે ફરાવીને જોરદાર સ્ટાઈલ કરી હતી.


ડેવિડ વોર્નર સિવાય મિશેલ માર્શે 108 બોલમાં 121 રન નોંધપાત્ર ઈનિંગ રમ્યો હતો, જ્યારે સ્ટીવ સ્મિથન અને માર્કસ સ્ટોઈનિસ અનુક્રમે 21 અને 13 રન કર્યા હતા. એમના સિવાય બાકી બેટરનું સાવ સામાન્ય રનમાં આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાની પહેલી બે વિકેટ 259 રનના સ્કોરે (મિશન માર્શ અને ગ્લેન મેક્સવેલની પડી હતી, ત્યારબાદ ત્રીજી વિકેટ સ્ટીવ સ્મિથની 284 રન અને ચોથી વિકેટ 325 રનના સ્કોરે ડેવિડ વોર્નરની પડી હતી. વોર્નરની વિકેટ રઉફે ઝડપી હતી, પરંતુ તેને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા, જે સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો.


આ ઉપરાંત, ડેવિડ વોર્નરનો કેચ ઓસામા મિરે છોડવાને કારણે તેની લોકોએ જોરદાર ટીકા કરી હતી. સાવ ઈઝી કેચ ઉસ્માન મિરે કેચ છોડયા પછી ડેવિડ વોર્નરે ધમાકેદાર ઈનિંગ રમ્યો હતો, જેમાં વિવિચકોએ તેની જોરદાર ઝાટકણી કાઢી હતી, જેમાં આગામી દિવસોમાં મેચ રમી શકશે કે કેમ યૂઝરોએ પણ સવાલ કર્યાં હતા.


પાકિસ્તાન ટોસ જીતીને બોલિંગ લીધી હતી, જેમાં પાકિસ્તાન વતીથી શાહીન આફ્રિદીએ પાંચ વિકેટ ઝડપી હતી, જેને દસ ઓવરમાં 54 રન આપ્યા હતા. આફ્રિદી સિવાય તમામ બોલરની કાંગારુઓએ ધુલાઈ કરી હતી, જેમાં હેરિસ રઉફ સૌથી મોંઘો બોલર નિવડ્યો હતો. ત્રણ વિકેટ ઝડપી હતી, પરંતુ આઠ ઓવરમાં 83 રન આપ્યા હતા, જ્યારે ઉસ્માન મિરે નવ ઓવરમાં 82, મહોમ્મદ નવાજે સાત ઓવરમાં 43 રન આપ્યા હતા.


તેલુગુ અભિનેતા અલ્લુ અર્જુનની સુપરહિટ ફિલ્મનો વોર્નર પણ ચાહક છે, જ્યારે તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પર ફિલ્મનો ડાયલોગ પોસ્ટ કરે છે, જ્યારે આ ફિલ્મના અભિનેતા અલ્લુ અર્જુનને તાજેતરમાં નેશનલ એવોર્ડ મળ્યા પછી તેને શુભેચ્છા પણ મોકલી હતી.


પાકિસ્તાનની સામે વોર્નરે 85 બોલમાં સદી ફટકારી હતી, જેમાં બીજી કોઈ ટીમના બેટર દ્વારા સતત ચોથી વખત સદી મારવામાં બીજા નંબરનો બેટર બન્યો છે. વોર્નર પહેલા આ વિક્રમ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના નામે છે. વિરાટ કોહલીએ 2017-18માં વેસ્ટ ઈન્ડિઝ સામે ચાર સદી કરી હતી. પાકિસ્તાન સામે વોર્નરે 2017માં 130 (119 બોલ), 2017 એડિલેડમાં 128 બોલમાં 179, 2019માં ટોન્ટનમાં 107 અને 2023માં એટલે આજે 163 રન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button