કેરળના યુવકને મર્ચન્ટ નેવીમાં નોકરીને બહાને લાખોનો ચૂનો ચોપડ્યો…

થાણે: કેરળના યુવકને મર્ચન્ટ નેવીમાં નોકરી અપાવવાને બહાને લાખો રૂપિયાની ઠગાઇ આચરવા બદલ થાણે પોલીસે બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
એર્નાકુલમના 24 વર્ષના યુવકે નૌપાડા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી સિદ્ધિ અને રોશને પોતાની ઓળખ શિપ મેનેજમેન્ટ કંપનીના અધિકારી તરીકે આપી હતી અને તેને દક્ષિણ આફ્રિકામાં નોકરી મેળવી આપવાનું આશ્ર્વાસન આપ્યું હતું.
આ પણ વાંચો : ડૉગી પરથી થયેલો વિવાદ હિંસામાં ફેરવાયો: પડોશી ગંભીર જખમી…
બંને આરોપી પર વિશ્વાસ રાખીને ફરિયાદી થાણેમાં તેમને મળ્યો હતો અને અઢી લાખની રોકડ, પાસપોર્ટ તથા કન્ટિન્યૂઝ ડિસ્ચાર્જ સર્ટિફિકેટ (સીડીસી) તેમને આપ્યાં હતાં. જોકે ફરિયાદીને નોકરી ન મળતાં તેમણે આરોપીનો સંપર્ક સાધીને રૂપિયા તથા દસ્તાવેજો પાછા માગ્યા હતા, પણ આરોપીએ તે આપ્યા નહોતા. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં સોમવારે તેણે નૌપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરી બંને આરોપીની શોધ ચલાવી હતી. આરોપીઓએ આ પ્રમાણે અન્ય લોકોને પણ છેતર્યા હોવાની પોલીસને શંકા છે. (પીટીઆઇ)