Hardik Pandyaએ એવું તે શું કર્યું કે ફેન્સ તેના પર થયા ગુસ્સે? વાઈરલ થયો વીડિયો…

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકે ગયા વર્ષે ડિવોર્સને કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. કપલના ડિવોર્સ એકદમ લાઈમલાઈટમાં રહ્યા હતા, જ્યારે આ કપલે અલગ થવાનું નક્કી કર્યું ત્યારે ફેન્સને બંનેનું અલગ થવાનું કારણ જાણ્યા વિના જ નતાસાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.
હવે એક વર્ષ બાદ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો ગયા વર્ષે ડિવોર્સ બાદનો હોવાનું કહેવાઈ રહ્યું છે અને જેમાં હાર્દિક પંડ્યા પોતાની નવી ગર્લફ્રેન્ડ જેસ્મિન વાલિયા સાથે શ્રીલંકા ટૂર દરમિયાન દેખાયો હતો અને બંનેનો ડિવોર્સ નવ દિવસ બાદ જ થયો હતો.
હાર્દિક અને નતાસાના ડિવોર્સ બાદ લોકોએ નતાસાને ગોલ્ડ ડિગર, પૈસા વસૂલનારી, ખરાબ સમયે સાથ છોડી દેનારી ગણાવી હતી. આટલી ટ્રોલિંગ બાદ પણ નતાસાએ કોઈ રિએક્શન આપ્યું નહોતું. લોકોએ નતાસાને લઈને એવો દાવો કર્યો હતો કે નતાસા હાર્દિકના પૈસા પાછળ હતી તો વળી કેટલાક લોકોએ ભરણપોષણ માંગવાનો આક્ષેપ પણ મૂક્યો હતો.
આપણ વાંચો: હાર્દિક પંડ્યાના છગ્ગાનું સેલિબ્રેશન એક્સ વાઈફ નતાશાએ પણ કર્યુ? શું બન્ને ફરીથી…
હાર્દિક ક્યારેય નતાસાના સપોર્ટમાં નહોતી આવ્યો. હવે આ વાઈરલ ક્લિપમાં જેસ્મિન એક કારમાંથી નીકળતી જોવા મળે છે. જેમાં તે સ્ટ્રેપી સ્લીવલેસ વ્હાઈટ ડ્રેસમાં જોવા મળી હતી. આ વીડિયોમાં હાર્દિક પણ એકદમ વેકેશન મોડમાં જોવા મળી રહ્યો છે. બંને સાથે જતાં જોવા મળી રહ્યા છે. આ ક્લિપે સોશિયલ મીડિયા પર ફેન્સ નિરાશ થયા હતા.
હવે લોકોનું એવું કહેવું છે કે નતાસા નહીં હાર્દિક પંડ્યાની ભૂલ છે. કેટલાક લોકોએ તો ત્યાં સુધી કહ્યું હતું કે હાર્દિકે નતાસાને ચીટ કર્યું છે. વળી કેટલાક લોકોનું એવું પણ માનવું છે કે જેસ્મિન ડિવોર્સ પહેલાં હાર્દિકના જીવનમાં આવી ગઈ.
અત્રે ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડયાએ 18મી જુલાઈના ડિવોર્સની જાહેરાત કરી હતી. તેમના ડિવોર્સની જાહેરાતથી ફેન્સ ખૂબ જ ચોંકી ઉઠ્યા હતા. આ વીડિયો પર ફેન્સ રિએક્શન આપી રહ્યા છે.
આપણ વાંચો: હાર્દિક પંડ્યા બાદ હજી એક સેલિબ્રિટી ક્રિકેટરના ડિવોર્સ?
એક યુઝરે જણાવ્યું હતું કે તે પહેલાંથી જ કોઈ બીજી મહિલા સાથે છે, પણ નતાસા હજી પણ તેના દીકરા સાથે છે અને આ લોકો મહિલાને દોષ આપે છે? બીજા એક યુઝરે લખ્યું હતું કે હવે એ ગાળ આપનારા લોકો નથી દેખાઈ રહ્યા. નતાસાને તો બધાએ બધું સંભળાવ્યું. ત્રીજા એક યુઝરે લખ્યું કે નતાસાને તેના ભાઈ સાથે િલંક કરે છે જ્યારે હાર્દિક છપરીએ આ છોકરી સાથે મળીને નતાસાને છેતરી છે.
વાત કરીએ જેસ્મિન વાલિયાની તો તે એક બ્રિટીશ ગાયિકા છે અને તેના હિટ ગીત બોમ ડિગ્ગી માટે જાણીતી છે. 2010માં રિયાલિટી ટીવી શો ધ ઓનલી વે ઈઝ એસેક્સને કારણે પ્રસિદ્ધ થઈ હતી. આ સિવાય જેસ્મિને ધ એક્સ ફેક્ટર માટે પણ ઓડિશન આપ્યું હતું અને તેનું ગીત સોનુ કે ટીટુ કી સ્વિટીમાં દેખાડવામાં આવ્યું હતું.