આપણું ગુજરાત

સુરતના સાયકલ ગરબાના વાઇરલ વીડિયો પર અખિલેશ યાદવે કરી આ ટિપ્પણી

રાજ્યભરમાં હાલ નવરાત્રિનો ઉત્સાહ છવાયો છે ત્યારે દરરોજ અવનવા ગરબાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા હોય છે. આવો જ એક સાયકલ ગરબાનો વીડિયો જે સુરતમાંથી નવરાત્રિના પહેલા નોરતે શેર કરવામાં આવ્યો હતો, તેના પર સમાજવાદી પક્ષના નેતા અખિલેશ યાદવે ટિપ્પણી કરી છે. જે અંગે લોકો અલગ અલગ પ્રતિભાવો આપી રહ્યા છે.

‘સાયકલ જહાં- હર્ષોલ્લાસ વહાં’ એવું કેપશનમાં લખીને ઉત્તરપ્રદેશ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે સોશિયલ મીડિયા સાઇટ X પર સુરતનો આ અનોખો વીડિયો શેર કર્યો હતો. અખિલેશ યાદવની પાર્ટીનું ચૂંટણી ચિહ્મ પણ સાયકલ હોવાથી તેમણે આ ટિપ્પણી કરી હતી.

જો કે X યુઝર્સે આ પોસ્ટ પર અલગ અલગ રિએક્શન આપ્યા છે. એક યુઝરે જવાબ આપતા લખ્યું હતું કે “દુનિયામાં જેટલા પણ લોકો સાયકલ ચલાવે છે, તેઓ તમામ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તા છે.” તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે “અખિલેશ જી- તમને શું થઈ ગયું છે, અહીં તો સાયકલ પર બેસીને ગરબા રમાઈ રહ્યા છે, કંઇ તમારી પાર્ટી માટે વોટ નથી માંગી રહ્યા. જે પણ લોકો તમારું હેન્ડલ જોઈ રહ્યા છે તેઓ SPને સોશિયલ મીડિયા પરથી પણ સાફ કરી દેશે.”

https://twitter.com/iNishant4/status/1715324777068732548

અન્ય એક યુઝરે કહ્યું, “કળિયુગમાં જેહાદી નેતા પણ ગરબાના વીડિયો પોસ્ટ કરી રહ્યા છે.” “જો અખિલેશજી સાયકલ લઇને ગાઝા પટ્ટી પર જાય તો બિલકુલ ઇઝરાયલના હુમલા અટકાવી શકશે.” તેવું એક યુઝરે પોસ્ટના રિપ્લાયમાં લખ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button