નેશનલ

મુસ્લિમ સમુદાયની માંગ, મસ્જિદનો શિલાન્યાસ પણ….

અયોધ્યા: રામ મંદિરના ભૂમિપૂજનની જેમ અયોધ્યાનો મુસ્લિમ સમુદાય પણ ઇચ્છે છે કે ધન્નીપુર મસ્જિદનો શિલાન્યાસ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ થાય. અયોધ્યામાં રામજન્મભૂમિ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે અને તેનો શિલાન્યાસ વડા પ્રધાન મોદીના હસ્તે થયો હતો. મુસ્લિમ સમુદાયની દલીલ છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, તો સુપ્રીમ કોર્ટે જ મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપી છે, તો વડા પ્રધાને મસ્જિદનું પણ ભૂમિપૂજન કરવું જોઈએ.

મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ પર મુસ્લિમોને આપવામાં આવેલી જમીન પર વડા પ્રધાન દ્વારા મસ્જિદનો શિલાન્યાસ કરવો જોઈએ. પીએમ મોદી 22 જાન્યુઆરી 2024ના રોજ રામ મંદિરમાં મૂર્તિના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે અયોધ્યા આવી રહ્યા છે. ત્યારે અમારી માંગ છે કે તે સમયે ધાનીપુર મસ્જિદનો શિલાન્યાસ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે. મુસ્લિમ સમુદાયના ધરેમગુરુઓએ આ માંગ કરી હતી. જો કે હવે ધન્નીપુર મસ્જિદનો નકશો પણ બદલાઈ ગયો છે. જેમાં હવે ગુંબજ આકારની મસ્જિદ બનાવવામાં આવશે અને આ મસ્જિદ મોહમ્મદ સાહેબના નામ પર હશે.


નોંધનીય છે કે રામ મંદિર અને બાબરી મસ્જિદ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રાજ્ય સરકારે રામજન્મભૂમિથી લગભગ 25 કિલોમીટર દૂર લખનઉ હાઈવે પર સોહાવલ તહસીલના ધન્નીપુર ગામમાં મસ્જિદ બનાવવા માટે 5 એકર જમીન આપી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button