ટોપ ન્યૂઝનેશનલ

કેપ્સ્યુલ આગના ગોળામાં ફેરવાઈ ગયું છતાં અવકાશયાત્રીઓ સુરક્ષિત; આ મટીરીયલથી બને છે ડ્રેગન કેપ્સ્યુલ

નવી દિલ્હી: ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને નાસા અન્ય ત્રણ આવકાશયાત્રીઓને સાથે સ્પેસએક્સના સ્પેસક્રાફ્ટનું ડ્રેગન કેપ્સ્યુલ (Space X dragon Capsule) આજે ગલ્ફ ઓફ મેક્સિકોમાં સ્પ્લેશડાઉન થયું, આ સાથે જ ઉજવણી શરુ થઇ ગઈ. કેમ કે સુનિતા વિલિયમ્સ અને બુચ વિલમોર અવકાશમાં 9 મહિના વિતાવ્યા બાદ પૃથ્વી પર પરત ફર્યા છે.

The capsule turned into a ball of fire, but the astronauts are safe; Dragon capsule is made of this material

ડ્રેગન કેપ્સ્યુલ ફ્લોરિડાના ટલાહસી(Tallahassee)ના કિનારની નજીક સ્પ્લેશડાઉન થયું હતું. ત્યાર બાદ બોટ્સ દ્વારા તને રિકવર કરવામાં આવ્યું હતું અને અવકાશયાત્રીઓને બહાર કાઢવામાં આવ્યા હતાં, નાસાએ આ ક્ષણનો વિડીયો શેર કર્યો છે.

કેપ્સ્યુલ કાળું પડી ગયું:
વિડીયોમાં કેપ્સ્યુલનો રંગ કાળો પડી ગયેલો દેખાય છે. કેપ્સ્યુલની સ્થિતિથી અંદાજ લગાવી શકાય છે કે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યાર બાદ કેટલું ગરમ થયું હશે. એક અંદાજ મુજબ, જ્યારે કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે, ત્યારે તે લગભગ 3500 ડિગ્રી ફેરનહીટ સુધી ગરમ થાય છે અને બાહરથી આગના ગોળા જેવું દેખાય છે.

કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે છે હવા સાથે ઘર્ષણને કારણે તે 3500 ડિગ્રી ફેરનહીટ જેટલું ગરમ થાય છે. આટલા ઊંચા તાપમાન છતાં અવકાશ યાત્રીઓ પૃથ્વી પર સુરક્ષિત રીતે પૃથ્વી પર ઉતરે છે. કેપ્સ્યુલ એવા મટીરીયલથી બનેલું હોય છે જેનાથી તેના અંદરનું તાપમાન વધતું નથી. કેપ્સ્યુલની અંદરનું તાપમાન સામાન્ય રહે છે.

આ પણ વાંચો…હવે Voter ID ને પણ આધાર કાર્ડ સાથે લિંક કરાશે, મુખ્ય ચૂંટણી કમિશનરની બેઠકમાં લેવાયો નિર્ણય

કેપ્સ્યુલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરે ત્યારે વાતાવરણમાં હાજર સૂક્ષ્મ કણો, વાયુઓ વગેરે એટલું બધું ઘર્ષણ પેદા કરે છે કે કેપ્સ્યુલ આગના ગોળામાં ફેરવાઈ જાય છે. આ કારણે ગ્રાઉન્ડ કંટ્રોલ સેન્ટરનો કેપ્સ્યુલ લગભગ 7 થી 10 મિનિટ સુધી સંપર્ક તૂટી જાય છે.

આ મટીરિયલ્સથી બનેલું હોય છે કેપ્સ્યુલ:
ડ્રેગન કેપ્સ્યુલ અલગ અલગ મટીરિયલમાંથી બનવવામાં આવે છે. ડ્રેગન કેપ્સ્યુલનું પ્રાથમિક સ્ટ્રકચર CFRP થી બનેલું છે, જે અસાધારણરીતે મજબૂત હોય છે. તેનામાં કાટ પણ નથી લાગતો અને કેપ્સ્યુલને ટકાઉપણું પ્રદાન કરે છે. ડ્રેગન કેપ્સ્યુલનું હીટ કવચ PICA-X નામના મટિરિયલથી બનેલું છે, જે એક પ્રકારનું ફિનોલિક ઇમ્પ્રિગ્નેટેડ કાર્બન એબ્લેટર (PICA) મટિરિયલ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button