આપણું ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના 22 જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધ્યું, એપ્રિલમાં કમોસમી વરસાદની આગાહી…

અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)હોળી પછી રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે. હવામાન વિભાગે 18 માર્ચથી 20 માર્ચ દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોના વિવિધ ભાગોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી કરી હતી. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું હતું કે ગુજરાતમાં તીવ્ર ગરમીનો સમયગાળો આખા માર્ચ મહિના સુધી ચાલુ રહેવાનો છે. જોકે એપ્રિલ મહિનામાં પણ કમોસમી વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : Gujarat માં બાગાયતી પાકોનો વિસ્તાર 10 લાખ હેક્ટરથી વધીને 22 લાખ હેક્ટર થયો

ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડશે

આગામી 4 દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી સ્થિતિ રહેવાની આગાહી છે. હાલમાં ગુજરાતમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફૂંકાઈ રહ્યો છે. ગુજરાતના ઘણા શહેરોમાં રાત્રિનું તાપમાન પણ વધી રહ્યું છે.હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડશે. કચ્છમાં હજુ પણ તીવ્ર ગરમીની અસર ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું હતું. દીવમાં ગરમીની ચેતવણી અને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું હતું.  

આ પણ વાંચો : Vadodara માં ધાર્મિક સ્થળે ચંપલ પહેરી ગયેલા વિદેશી વિદ્યાર્થીઓને ટોળાએ ફટકાર્યા, પોલીસે 7 લોકોની ધરપકડ કરી…

14 એપ્રિલથી જોરદાર પવન ફૂંકાઈ શકે છે

વિભાગે જણાવ્યું હતું કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાત બની શકે છે, જે ગુજરાતના કેટલાક વિસ્તારોને અસર કરી શકે છે. એપ્રિલ મહિનામાં કમોસમી વરસાદની સાથે ભારે પવન અને ચક્રવાતની પણ શક્યતા છે. 14 એપ્રિલથી જોરદાર પવન ફૂંકાઈ શકે છે, જ્યારે 19, 20 અને 21 એપ્રિલે દરિયાકાંઠાના વિસ્તારોમાં તાપમાન ઊંચું રહી શકે છે. 26 એપ્રિલે ખૂબ ગરમી પડી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button