મહારાષ્ટ્ર

નાગપુરમાં બે દિવસમાં ત્રણ અલગ અલગ બની હિંસક ઘટનાઃ ડીસીપી પર હિંસક હુમલો

નાગપુરઃ નાગપુરમાં છેલ્લા બે દિવસમાં હિંસાની ત્રણ અલગ અલગ ઘટનાઓ બની છે. નાગપુરના મહાલના ઝેંડા ચોક ખાતે બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ સોમવારે આગ લાગવાના તેમ જ વાહનોની તોડફોડના કિસ્સા જોવા મળ્યા હતા.

ભીડને વિખેરતી વખતે લોકોના એક જૂથે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. જવાબમાં પોલીસે ટિયર ગેસના સેલ છોડીને ટોળાને વિખેરી નાખ્યું હતું. આ ઘટનામાં કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા છે. આમાં ડીસીપી સ્તરના અધિકારીઓ પર પણ હુમલા થયા હતા. એક ડીસીપી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.

આ પણ વાંચો: નાગપુર હિંસા પૂર્વયોજિત લાગે છે, ‘છાવા’ ફિલ્મે લોકોની ભાવનાઓને ફરી ભડકાવી: ફડણવીસ…

17 માર્ચે, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વખતે, તેઓએ ઔરંગઝેબની પ્રતીકાત્મક કબરને બાળી નાખી. આ પછી, ગણેશપેઠ પોલીસે બપોરે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યા. તે સાંજે પછી અફવા ફેલાઈ કે સવારે સળગાવવામાં આવેલી પ્રતીકાત્મક કબર પરના કપડા પર ધાર્મિક લખાણ લખેલું છે.

અટ્ટારોલમાં પ્રાર્થના પૂર્ણ થયા પછી 200થી 250 લોકોના ટોળાએ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. આ જ લોકોએ ઇમારતને આગ લગાવી દેવાની હિંસક નિવેદનો આપ્યા બાદ પોલીસે ઘટનાસ્થળે બળપ્રયોગ કર્યો હતો.

આ પણ વાંચો: નાગપુરમાં 98 વર્ષ પહેલાં ફાટી નીકળેલું હિંસક તોફાન, એ જ મહલ વિસ્તાર અને એ જ પેટર્ન…

આ પછી, પોલીસે ફરિયાદીઓને તે સવારે બનેલી ઘટના સામે કાર્યવાહી કરવા માટે બોલાવ્યા. કેટલાક પર હથિયારોથી હુમલો કરવામાં આવ્યો અને ઘણા વાહનો સળગાવી દેવામાં આવ્યાહતા, એવું ફડણવીસે તેમના નિવેદનમાં જણાવ્યું હતું.

હિંસાની ત્રીજી ઘટના ભાલદારપુરા વિસ્તારમાં સાંજે 7:30 વાગ્યે બની હતી. ત્યાં ૮૦થી ૧૦૦ લોકોની ભીડ હતી. તેઓએ ત્યાં પોલીસ પર હુમલો કર્યો. તેથી પોલીસે ટીયર ગેસ અને હળવો બળપ્રયોગ કર્યો હતો.

આ ઘટનામાં એક ક્રેન, બે જેસીબી અને કેટલાક વાહનો બળી ગયાં હતાં. આ સમગ્ર ઘટનામાં 33 પોલીસ અધિકારીઓ સંડોવાયેલા છે. આમાં ડેપ્યુટી કમિશનર રેન્કના ત્રણ પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. આમાંથી એક અધિકારી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button